મોટા સમાચાર/ કેરળમાં પીરિયડ્સ દરમિયાન છોકરીઓ માટે યુનિવર્સિટી તરફથી રાહત, માસિક ધર્મ દરમિયાન રજાનું એલાન

પીરિયડ્સ દરમિયાન રજાના મુદ્દે ઉચ્ચ શિક્ષણ મંત્રી આર બિંદુએ કહ્યું હતું કે SFI-ની આગેવાની હેઠળના વિદ્યાર્થી સંગઠનોની માંગને પગલે CUSATમાં પીરિયડ લીવ મંજૂર કરવામાં આવી હતી.

Top Stories India
પીરિયડ્સ

માસિક ધર્મ એટલે કે પીરિયડ્સ (Periods)  દરમિયાન મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અનેક મુશ્કેલીઓ છતાં તેમને શાળા, કોલેજ અને નોકરીએ જવું પડે છે. આવી સ્થિતિમાં, લાંબા સમયથી પીરિયડ્સ દરમિયાન મહિલાઓ માટે રજાની માંગ કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે કેરળની છોકરીઓને આ મામલે રાહત મળી છે.

પીરિયડ્સમાં રજા

વાસ્તવમાં, કોચીન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (CUSAT) એ તેની વિદ્યાર્થિનીઓને પીરિયડ્સની રજા આપવાનો નિર્ણય લીધો હતો. જે બાદ કેરળ સરકારે આ મામલે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ ઉચ્ચ શિક્ષણ વિભાગ હેઠળની તમામ રાજ્યની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને પીરિયડ્સ (માસિક ધર્મ)માં રજા આપવામાં આવશે. હા, તમે તે સાચું વાંચ્યું.

આપને જણાવી દઈએ કે પીરિયડ્સ દરમિયાન રજાના મુદ્દે ઉચ્ચ શિક્ષણ મંત્રી આર બિંદુએ કહ્યું હતું કે SFI-ની આગેવાની હેઠળના વિદ્યાર્થી સંગઠનોની માંગને પગલે CUSATમાં પીરિયડ લીવ મંજૂર કરવામાં આવી હતી. પીરિયડ્સ દરમિયાન વિદ્યાર્થીનીઓને થતી માનસિક અને શારીરિક તકલીફોને ધ્યાનમાં રાખીને હવે સરકાર તેને અન્ય યુનિવર્સિટીઓમાં પણ શરૂ કરવા વિચારી રહી છે.

કોચીન યુનિવર્સિટી

નોંધનીય છે કે કેરળની પ્રખ્યાત કોચીન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (CUSAT) તાજેતરમાં જ ચર્ચામાં હતી. તેની પાછળનું કારણ દરેક સેમેસ્ટરમાં ગર્લ સ્ટુડન્ટ્સની હાજરીમાં થતી ખામી માટે વધારાની બે ટકાની છૂટછાટ આપવાનું છે. મળતી માહિતી મુજબ CUSATમાં વિવિધ વિભાગોમાં 8 હજારથી વધુ વિદ્યાર્થીઓ છે. જેમાંથી અડધાથી વધુ છોકરીઓ છે.

આ પણ વાંચો:અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યુ, કોસ્ટ ગાર્ડના જવાનો બન્યા દેવદૂત

આ પણ વાંચો:વરુણને ગળે લગાવી શકું છું, પરંતુ… ભાઈના કોંગ્રેસમાં જોડાવાના સવાલ પર બોલ્યા રાહુલ ગાંધી

આ પણ વાંચો:હોશિયારપુરમાં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક