Amreli News: અમરેલી જિલ્લાના ધારી પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ધારી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ (unseasonal rain) વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
Amreliના ધારી સહિત ગ્રામ્યમાં કમોસમી વરસાદ
ધારી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. વાતાવરણમાં આવેલા પલટાને કારણે લોકોને ઠંડકનો અનુભવ થયો હતો.
ધારી તાલુકાના જીરા, મુંજાણીયા, દેવળા સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો હતો. અચાનક પડેલા વરસાદથી ગામોમાં માવઠા જેવો માહોલ સર્જાયો હતો.
ખેડૂતોની ચિંતામાં વધારો
કમોસમી વરસાદને કારણે ખેતરોમાં ઉભા પાક અને ખુલ્લામાં રાખેલા ખેત-ઉત્પાદનને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
આ પણ વાંચો:ભેંસાણ અને બીલખા પંથકમાં બીજા દિવસે પણ વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં
આ પણ વાંચો:ખેતરમાં તૈયાર પાક પર વરસાદનું પાણી ફરી વળ્યું, અમરેલીના ખેડૂતોની મહેનત પર પાણી
આ પણ વાંચો:ગુજરાતમાં હવામાનનો મિજાજ બદલાયો! અમરેલી-ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ, પવનથી મકાનનાં પતરા ઊડ્યાં
