Unseasonal rain/ ગુજરાતમાં ફરીથી માવઠાનો માર, ખેડૂતો થશે બેહાલ

ગુજરાતમાં ફરીથી ખેડૂતો ચિંતિત છે. તેના ચહેરા પર ચિંતાના વાદળો ઘેરાયા છે. રાજ્યના ખેડૂતોએ ફરીથી માવઠાનો માર સહન કરવો પડી શકે છે. તેમના ખેતરો ફરીથી ખેદાનમેદાન થઈ શકે છે. ગુજરાતના કેટલાક જિલ્લા ચોક્કસપણે માવઠાની ઝપેટમાં આવે તેવી સંભાવના છે.

Top Stories Gandhinagar Gujarat
YouTube Thumbnail 91 ગુજરાતમાં ફરીથી માવઠાનો માર, ખેડૂતો થશે બેહાલ

ગાંધીનગરઃ ગુજરાતમાં ફરીથી ખેડૂતો ચિંતિત છે. તેના ચહેરા પર ચિંતાના વાદળો ઘેરાયા છે. રાજ્યના ખેડૂતોએ ફરીથી માવઠાનો માર સહન કરવો પડી શકે છે. તેમના ખેતરો ફરીથી ખેદાનમેદાન થઈ શકે છે. ગુજરાતના કેટલાક જિલ્લા ચોક્કસપણે માવઠાની ઝપેટમાં આવે તેવી સંભાવના છે. આમ ખેડૂતો પર ફરીથી સૌથી મોટી ઘાત આવી છે. વાતાવરણમાં આવનારો આ ફેરફાર ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યો છે.

તેમા પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડશે તેવું તો હવામાન વિભાગે પણ જણાવ્યું છે. અમરેલી રાજકોટ અને દ્વારકામાં હળવો વરસાદ પડી શકે છે. અરબ સાગરથી ભેજવાળો પવન આવતા વરસાદ પડવાની સંભાવના છે. કેટલાય સ્થળોએ સામાન્ય વરસાદ થઈ શકે છે. દ્વારકા, કચ્છ, ગીરસોમનાથ, અમરેલી અને પોરબંદરમાં સામાન્ય કે છૂટોછવાયો વરસાદ પડી શકે છે. હજી આગામી 48 કલાક પાદળછાયુ વાતાવરણ રહેવાની આગાહી છે. વાતાવરણ બે દિવસ ઠંડુ રહેશે, તેના પછી તાપમાનમાં પણ વધારો થઈ શકે છે.

રાજ્યના હવામાનમાં 23મી પછી મોટાપાયા પર ફેરફાર થઈ શકે છે. ઉત્તર ભારતમાં મોટાપાયા પર માવઠું ત્રાટકી શકે છે. તેના લીધે ગાજવીજ સાથે વરસાદ પણ આવી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 23મી ડિસેમ્બરે ગુજરાતમાં માવઠું ત્રાટકી શકે છે. નાતાલ સુધીમાં હવામાનમાં મોટાપાયા પર ફેરફાર થઈ શકે છે. તેના પછી ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે. આ વખતે છેક ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો ચાલુ રહે તેમ માનવામાં આવે છે.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ