Not Set/ UPના મહોબામાં બની ચકચારી ઘટના, પ્રેમીને મળવા ગયેલી યુવતીએ કરી આત્મહત્યા

ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લાના બઘૌરા ગામમાં પ્રેમીને મળવા તેના ઘરે ગયેલી એક યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. કુલપહાડ વિસ્તારના નાયબ પોલીસ અધિક્ષક અવધ સિંહે બુધવારે જણાવ્યું હતું કે, અજનર પોલીસ સ્ટેશન વિસ્તારના બઘૌરા ગામે આશરે 20-21 વર્ષની એક યુવતી અને એક યુવાનનું  ઘર સામ-સામે હતું અને બંને યુવક – યુવતી છેલ્લા […]

Uncategorized
028f6a759e93c0573addf99f6ee5e2d5 1 UPના મહોબામાં બની ચકચારી ઘટના, પ્રેમીને મળવા ગયેલી યુવતીએ કરી આત્મહત્યા

ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લાના બઘૌરા ગામમાં પ્રેમીને મળવા તેના ઘરે ગયેલી એક યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. કુલપહાડ વિસ્તારના નાયબ પોલીસ અધિક્ષક અવધ સિંહે બુધવારે જણાવ્યું હતું કે, અજનર પોલીસ સ્ટેશન વિસ્તારના બઘૌરા ગામે આશરે 20-21 વર્ષની એક યુવતી અને એક યુવાનનું  ઘર સામ-સામે હતું અને બંને યુવક – યુવતી છેલ્લા 2 વર્ષથી પ્રેમમાં હોવાનું કહેવામાં આવી રહ્યા છે. તેમને કહ્યું કે, યુવતી મંગળવારે બપોરે તેના બોયફ્રેન્ડના ઘરે મળવા ગઈ

સિંહે કહ્યું કે, છોકરીનો પિતા તેને ગામમાં શોધી રહ્યો હતો કે, કોઈએ યુવતીના પિતાને તે તે યુવકના ઘરે ગઈ હોવાની વાત કહી હતી, ત્યારબાદ ગામના લોકોએ યુવકના ઘરને ચારેબાજુથી ઘેરી લીધું હતું. તેઓએ વધુમાં કહ્યું, યુવતીના પિતા અને ગ્રામજનોએ બળજબરીથી યુવાનના ઘરનો દરવાજો ખોલીને તપાસ કરી તો અંદરના ઓરડામાં લટકતી યુવતીની લાશ મળી હતી.” જો કે ત્યારબાદ ગ્રામના લોકોએ યુવકને ખુબ માર્યો હતો. 

બીજી તરફ ગ્રામજનોની સુચના પર જ પોલીસે યુવકને ભીડમાંથી બચાવી લીધો હતો અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. આ દરમિયાન ગ્રામજનોએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો. જો કે તેમાં કોઈ પોલીસ જવાન ઘાયલ થયો નથી. તેમણે જણાવ્યું હતું કે, ગામના લોકો ઘેરાયેલા હતા ત્યારે મહિલાએ બદનામીના ડરથી ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક રીતે લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….