Not Set/ રાજ્યસભાની ચૂંટણીને લઈ છોટુ વસાવાનું મોટું નિવેદન, જાણો તેઓએ શું કહ્યું

ગુજરાતમાં 4 બેઠકો પર યોજાનારી રાજ્યસભાની ચૂંટણીને લઈ તોડજોડનું રાજકારણ ચાલી રહ્યું છે. રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીના અત્યારસુધીમાં 8 ધારાસભ્યોએ રાજીનામાં પણ આપી દીધા છે,ત્યારે બીટીપી પાર્ટી તરફથી કઈ પાર્ટીને વોટ આપવામાં આવેશે તેને લઈ અનેક ચર્ચાઓ છે અને આ સ્થિતિમાં BTP હુકમનો એક્કો સાબિત થાય તેવી સ્થિતિ ઉભી થઈ છે, ત્યારે રાજ્યસભાની ચૂંટણી મુદ્દે BTP […]

Gujarat Others
8bfa4ec7e5d08d33157185c8d0cf9d00 રાજ્યસભાની ચૂંટણીને લઈ છોટુ વસાવાનું મોટું નિવેદન, જાણો તેઓએ શું કહ્યું

ગુજરાતમાં 4 બેઠકો પર યોજાનારી રાજ્યસભાની ચૂંટણીને લઈ તોડજોડનું રાજકારણ ચાલી રહ્યું છે. રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીના અત્યારસુધીમાં 8 ધારાસભ્યોએ રાજીનામાં પણ આપી દીધા છે,ત્યારે બીટીપી પાર્ટી તરફથી કઈ પાર્ટીને વોટ આપવામાં આવેશે તેને લઈ અનેક ચર્ચાઓ છે અને આ સ્થિતિમાં BTP હુકમનો એક્કો સાબિત થાય તેવી સ્થિતિ ઉભી થઈ છે, ત્યારે રાજ્યસભાની ચૂંટણી મુદ્દે BTP ના છોટુ વસાવાનું નિવેદન સામે આવ્યું છે.

છોટુ વસાવાએ આ દરમિયાન જણાવ્યું, મારે કોઈ પક્ષ સાથે વાત થઇ નથી. મારા પ્રશ્ર્નો હલ કરવા કોઈ તૈયાર નથી. રાજ્ય સભા મુદ્દે અમારું સ્ટેન્ડ ક્લિયર નથી. મતની જરૂર પડે ત્યારે જ મતલબી લોકો વાત કરે છે. કોંગ્રેસે વેપારીઓને ટિકીટ આપી, કામ જ કરવું હતું તો વૈચારિકોને ટિકીટ આપવી જોઈએ. હવે કોરોના કન્ટ્રોલ કરવા દવા દારૂ કોણ કરશે? 

આપને જણાવી દઈએ કે, આ વખતે યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બેઠકો જીતવા માટે એડી ચોટીનું જોર અજમાવવામાં આવી રહ્યું છે, તે જોતા હુકમનો એક્કો બીટીપી ગણાશે. બીટીપી (ભારતીય ટ્રાઈબલ પાર્ટી) ના બે ધારાસભ્યો જેને મત આપશે એમના ઉમેદવારની જીત નિશ્ચિત જોવાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….