Political/ UP માં ચૂંટણીની તૈયારીઓ શરૂ? યોગી સરકારે આપી 28 લાખ કર્મચારીઓને Gift

યોગી સરકારે રાજ્ય સરકારનાં 28 લાખ કર્મચારીઓ અને પેન્શનધારકોને દિવાળી પહેલા બોનસની ભેટ આપી છે. CM યોગી આદિત્યનાથે નાણા વિભાગ દ્વારા કરવામાં આવેલા બોનસનાં પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

Top Stories India
28 લાખ કર્મચારીઓને CM યોગીની ગિફ્ટ

ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે એટલે કે 2022 માં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ સંયોગ છે કે બીજુ કઇ કે 2022 ની વિધાનસભાની ચૂંટણી પહેલા યોગી સરકારે તેમના રાજ્યનાં 28 લાખ કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળીની Gift આપવાનો વિચાર કર્યો છે.

28 લાખ કર્મચારીઓને CM યોગીની ગિફ્ટ

આ પણ વાંચો – મોટું નિવેદન / નરેન્દ્ર મોદી સત્તાથી દૂર થઈ જશે એવા ભ્રમમાં ન રહેશો,ભાજપ દાયકાઓ સુધી મજબૂત રહેશે : પ્રશાંત કિશોર

આપને જણાવી દઇએ કે, યોગી સરકારે રાજ્ય સરકારનાં 28 લાખ કર્મચારીઓ અને પેન્શનધારકોને દિવાળી પહેલા બોનસની ભેટ આપી છે. CM યોગી આદિત્યનાથે નાણા વિભાગ દ્વારા કરવામાં આવેલા બોનસનાં પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તે ઓક્ટોબરનાં પગારની સાથે નવેમ્બરમાં ચૂકવવામાં આવશે. નાણા વિભાગે નોન-ગેઝેટેડ કર્મચારીઓને એક મહિનાનું એડ-હોક બોનસ આપવાની દરખાસ્ત તૈયાર કરી હતી. સૂત્રોનાં જણાવ્યા અનુસાર બોનસનાં 25 ટકા રોકડમાં અને 75 ટકા GPF માં પહેલાની જેમ મોકલવામાં આવશે. તેની મહત્તમ મર્યાદા 7,000 રૂપિયાની દરખાસ્ત કરવામાં આવી છે. આ સાથે કર્મચારીઓને 30 દિવસ માટે 6,908 રૂપિયાનું બોનસ મળી શકે છે. 25 ટકા રોકડ ચુકવણી મુજબ, કર્મચારીઓને 6,908 રૂપિયામાંથી 1,727 બોનસ હાથમાં મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 4800 રૂપિયાનાં ગ્રેડ પે સુધીનાં 12 લાખથી વધુ નોન-ગેઝેટેડ કર્મચારીઓને એડ-હોક બોનસ મળશે. આ કારણોસર, રાજ્યનાંકર્મચારીઓ અને પેન્શનરોને 1 જાન્યુઆરી, 2020, 1 જુલાઈ, 2020 અને 1 જાન્યુઆરી, 2021નાં રોજ DA અને મોંઘવારી રાહતનાં વધારાનાં હપ્તાઓ ચૂકવવામાં આવ્યા નથી. ગયા મહિને, વધેલા દરે DA-DR ની ચુકવણી પરનાં મોરેટોરિયમને દૂર કરવા સાથે, કેન્દ્ર સરકારે જુલાઈથી કેન્દ્રીય કર્મચારીઓને 28 ટકાનાં દરે DA ચૂકવવાનો આદેશ જારી કર્યો છે.

28 લાખ કર્મચારીઓને CM યોગીની ગિફ્ટ

આ પણ વાંચો – તાલિબાની સંકટ / અફઘાન મહિલાઓનો સવાલ, દુનિયા શા માટે આપણને ચૂપચાપ મરતા જોઈ રહી છે?

ઉત્તર પ્રદેશનાં કર્મચારીઓ અને પેન્શનરોને હાલમાં 28% મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત મળી રહી છે. તેને વધારીને 31 ટકા કરવાનો પ્રસ્તાવ છે. રાજ્યનાં 28 લાખ કર્મચારીઓ અને પેન્શનરોને ઓક્ટોબરનાં પગારની સાથે નવેમ્બરમાં વધેલા DA અને DR પણ આપવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર કર્મચારીઓનાં GPF ખાતામાં જુલાઈથી સપ્ટેમ્બર સુધી DA મોકલી શકે છે. આ અંગેની દરખાસ્ત પણ તૈયાર કરવામાં આવી રહી છે.