UP/ CM યોગી આદિત્યનાથે કહ્યું ક્યારે મળશે કોરોના વાયરસ વેક્સિન?

ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં કોરોનાવાયરસના 5,61,161 કેસ નોંધાયા છે. 5,32,349 લોકો સાજા થયા છે અને 8,011 દર્દીઓના મોત નીપજ્યાં છે. રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે દાવો કર્યો છે…

Top Stories India
a 158 CM યોગી આદિત્યનાથે કહ્યું ક્યારે મળશે કોરોના વાયરસ વેક્સિન?

ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં કોરોનાવાયરસના 5,61,161 કેસ નોંધાયા છે. 5,32,349 લોકો સાજા થયા છે અને 8,011 દર્દીઓના મોત નીપજ્યાં છે. રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે દાવો કર્યો છે કે એક મહિનામાં કોરોનાવાયરસ રસી ઉપલબ્ધ થઈ જશે. તેમણે કહ્યું કે રાજ્યમાં સંક્રમણ વાયરસ પર નિયંત્રણ આવી ચૂક્યું છે.

સીએમ યોગી આદિત્યનાથે કહ્યું, ‘અમે કોરોનાવાયરસ રસી લેવામાં લગભગ એક મહિનાનો દુર છે. રાજ્યમાં COVID-19 પહેલાથી નિયંત્રણમાં છે. અમેરિકા જેવા વિકસિત દેશોમાં કોરોનાથી મૃત્યુનું પ્રમાણ આશરે 8 ટકા છે પરંતુ ઉત્તર પ્રદેશમાં તે 1.04 ટકા છે.

સીએમ યોગીએ ગોરખપુરના એઈમ્સમાં ‘સ્વસ્થ પૂર્વી ઉત્તર પ્રદેશ’ અભિયાનના ઉદ્ઘાટન સમારોહમાં આ વાત કહી હતી. મુખ્ય મહેમાન તરીકે તેમને આમંત્રણ અપાયું હતું. રાજ્ય સરકાર દ્વારા કોરોના નિયંત્રણ અંગે તેમણે કહ્યું કે ડબ્લ્યુએચઓએ પણ તેની પ્રશંસા કરી છે અને તેના પર સંશોધન થવું જોઈએ. આપને જણાવી દઈએ કે તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતને આગામી કેટલાક સપ્તાહમાં આ રસી મળી જશે.

સિંઘુ બોર્ડર પર તૈનાત દિલ્હી પોલીસના બે IPS અધિકારીઓ કોરોના પોઝિટિવ

ખેડુતો બાદ હવે ડોકટરોની હડતાલ, આજે દેશભરના ડોક્ટર્સ સ્ટ્રાઈક પર

ખેડૂત આંદોલન પર બોલ્યા મમતા બેનર્જી – મોદી સરકાર લોકશાહી નિયમોનું…

જે.પી નડ્ડાના કાફલા પર થયો હુમલો, કહ્યું – હું સલામત છું કારણ કે મારી પાસે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…