Not Set/ યૂપીમાં થશે કૉંગ્રેસ-સપાનું ગઠબંધન,ગુલામ નબી આઝાદે કરી જાહેરાત

નવી દિલ્હીઃ કૉંગ્રેસના ઉત્તરપ્રદેશના પ્રભારી ગુલામ નબી આઝાદે મંગળવારે સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઇને નિવેદન આપ્યુઁ છે. તેમણે કહ્યું હતું કે, યૂપી ચૂંટણીમાં બંને પાર્ટી ગઠબંધન કરી શકે છે. આ ગઠબંધન મુખ્યમંત્રી અખિલેશના નેતૃત્વમાં થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે ગઠબંધન વિશે બાકીન વસ્તુ પર આવનાર દિવસોમાં નિર્ણય […]

India
Akhilesh Rahul યૂપીમાં થશે કૉંગ્રેસ-સપાનું ગઠબંધન,ગુલામ નબી આઝાદે કરી જાહેરાત

નવી દિલ્હીઃ કૉંગ્રેસના ઉત્તરપ્રદેશના પ્રભારી ગુલામ નબી આઝાદે મંગળવારે સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઇને નિવેદન આપ્યુઁ છે. તેમણે કહ્યું હતું કે, યૂપી ચૂંટણીમાં બંને પાર્ટી ગઠબંધન કરી શકે છે. આ ગઠબંધન મુખ્યમંત્રી અખિલેશના નેતૃત્વમાં થશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે ગઠબંધન વિશે બાકીન વસ્તુ પર આવનાર દિવસોમાં નિર્ણય લેવામાં આવશે. આ પહેલા કૉંગ્રેસ તરફથી યૂપીમાં સીએમ ઉમેદવાર શીલા દીક્ષિતે પણ કહ્યું કે, જો પક્ષ સપા સાથે ગઠબંધન કરી ચૂંટણીમાં ઉતરે છે તો  તે પોતાનું નામ મુખ્યમંત્રી પદના ઉમેદવારમાથી પરત લેશે.

દિલ્હીના પૂર્વ સીએમ શીલા દીક્ષિતે મંગળવારે કહ્યું હતું કે, રાજકીય રીતે ખૂબ જ મહત્વના રાજ્યમાં જો ગઠબંધન થાય છે તો બે સીએમ ઉમેદવાર ના હોઇ શકે. એવામાં પક્ષ જેવું કહેશે તેવું હું કરીશ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સપા-કૉંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઇને વાતચીત ચાલી રહી છે. અને તેનાથી પ્રદેશને ફાયદો થશે..

ઉલ્લેખનીય છે કે, સોમવારે અખિલેશ યાદવના ગૃપના રામગોપાલ યાદવે પણ કહ્યું કે, આશા છે કે, પક્ષ કૉંગ્રેસ સાથે ગઠબંધન કરશે.  તેમણે કહ્યું હતું કે, કૉંગ્રેસ-સપા વચ્ચે ગઠબંધન વિશે અંતિમ નિર્ણય મુખ્યમંત્રી અખિલેશ યાદવ જ કરશે.  જો કે, મને આશા છે કે, આશા છે કે, બને દળો જરૂર ગઠબંધન કરશે.