Not Set/ એપ્રિલમાં ભારતીય બજારોમાં આવશે આ શાનદાર કારો, આવી હશે ડિઝાઇન, ખરીદવા થઇ જાઓ તૈયાર

કોરોના વાયરસના સમયમાં પર્સનલ કારના વેચાણમાં વધારો થઇ રહ્યો છે. લોકડાઉન હળવું થતાની સાથે ઓટો સેકટરમાં તેજી જોવા મળી રહી છે. 2020ના ડિસેમ્બરથી અત્યારે ફેબ્રઆરી-માર્ચ મહિનામાં લોકો વાહનો ખરીદી રહ્યા છે. 2021ના માર્ચ મહિના સુધીમાં કાર કંપનીઓ પણ ગ્રાહકોનો મુડ પારખીને એક એકથી ચઢિયાતા મોડલ લોન્ચ કરી ચૂકી છે. આ મહિને ફોર્ડ ઇકો સ્પોર્ટ્સના નવા […]

Tech & Auto
Citroen C5 Aircross India Launch એપ્રિલમાં ભારતીય બજારોમાં આવશે આ શાનદાર કારો, આવી હશે ડિઝાઇન, ખરીદવા થઇ જાઓ તૈયાર

કોરોના વાયરસના સમયમાં પર્સનલ કારના વેચાણમાં વધારો થઇ રહ્યો છે. લોકડાઉન હળવું થતાની સાથે ઓટો સેકટરમાં તેજી જોવા મળી રહી છે. 2020ના ડિસેમ્બરથી અત્યારે ફેબ્રઆરી-માર્ચ મહિનામાં લોકો વાહનો ખરીદી રહ્યા છે. 2021ના માર્ચ મહિના સુધીમાં કાર કંપનીઓ પણ ગ્રાહકોનો મુડ પારખીને એક એકથી ચઢિયાતા મોડલ લોન્ચ કરી ચૂકી છે. આ મહિને ફોર્ડ ઇકો સ્પોર્ટ્સના નવા અવતારથી લઇને મેડ ઇન ઇન્ડિયા જીપ રેંગલર સહિત મર્સિડિઝ બેન્ઝ ઇ-ક્લાસ 2021 સુધી ભારતીય બજારમાં ટકોરા મારી રહી છે. કાર કંપનીઓને વિશ્વાસ છે કે ભારતીય બજારમાં અલગ અલગ સેગમેન્ટની કારો, સ્પર્ધાને વધારી દેશે. તો આવો નજર કરીએ એપ્રિલ મહિનામાં લોન્ચ થનારી કારો પર…

સિટ્રોન સી-5 : આવતા મહિને ભારતમાં Citroen C-5 એરક્રોસ લોન્ચ થશે. આ કારની છેલ્લા ઘણાં સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. કંપનીએ આનું બુકિંગ પહેલેથી જ શરુ કરી દીધું છે. 6 એપ્રિલ સુધી આ એસયૂવીને બુક કરનારા ગ્રાહકોને કંપની કેટલીક ઓફર્સ આપી રહી છે. આ કાર 7 એપ્રિલે ભારતમાં લોન્ચ થશે. તેમાં 2.0-લીટર, 4-સિલિન્ડર ડિઝલ એન્જિન આપવામાં આવશે. આ એન્જિન 177 બીએચપીનો પાવર અને 400 ન્યૂટન મીટરનો એક પીક ટોર્ક જનરેટ કરે છે. Citroen C5ની માઇલેજ પણ શાનદાર છે. ARAI એ પ્રામાણિત કર્યું છે કે આ કાર એક લીટર ઇંધણમાં 18.6 કિ.મી.ની એવરેજ આપે છે.

સ્કોડા કુશક: સ્કોડાએ હજુ સુધી આ કારના લોન્ચને લઇને કોઇ ઓફિશિયલ જાહેરાત નથી કરી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ કાર આવતા મહિને એટલે કે એપ્રિલમાં ભારતમાં લોન્ચ બાદ વેચાણ માટે ઉપલબ્ધ થશે. Skoda KUSHAQ કંપનીની પહેલી એસયૂવી છે જેને MQB-A0 પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. આ કારને ભારતમાં તૈયાર કરવામાં આવ છે. તેમાં 1.0L, 3-સિલિન્ડર ટર્બો પેટ્રોલ અને એક 1.5L, 4-સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિન સામેલ હશે જે ક્રમશઃ 110bhp અને 147bhp નો પાવર પ્રદાન કરે છે. આ એન્જિનની સાથે 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમીશન અને 7 સ્પીડ ડાયરેક્ટ શિફ્ટ ગિયરબોક્સનો ઓપ્શન મળે છે.

હ્યુન્ડાઇ અલકઝર : દક્ષિણ કોરિયાની દિગ્ગજ વાહન નિર્માતા કંપની હ્યુન્ડાઇની 7 સીટર એસયૂવી જેની આતુરતાથી રાહ જોવાઇ રહી છે તે કાર છે અલકઝર. આ કાર કદાચ 6 એપ્રિલે લોન્ચ થશે. જો કે તેને વેચાણ માટે વર્ષના અંતમાં મુકવામાં આવશે. સમાચારો અનુસાર તેમાં 1.5-લીટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન,  1.5 લીટર ટર્બોચાર્જડ પેટ્રોલ એન્જિન જોવા મળી શકે છે.  આમાં મેન્યુઅલ અને એએમટી વર્ઝન પણ જોવા મળી શકે છે.