#UPI/ ડેબિટ કાર્ડ ઘરે ભૂલી ગયા છો! હવે ATM માંથી પૈસા ઉપાડવા કાર્ડની જરૂર નથી, ફોલો કરો આ સ્ટેપ્સ

મુંબઈઃ ભારતમાં ડિજિટલ પેમેન્ટ જોરશોરથી થઈ રહ્યું છે. શાકભાજી વેચતા ફેરિયાથી માંડી મોટા સ્ટોરમાં ડિજિટલ પેમેન્ટ હવે સાવ સામાન્ય બાબત બની ગઈ છે. ભારતમાં UPI આધારીત પેમેન્ટ સિસ્ટમ એક ડગલું આગળ વધવા જઇ રહ્યું છે. ભારતમાં હવે UPI ATM લોન્ચ થઈ ગયું છે. જી હા, હવે તમારે ATMમાંથી રૂપિયા ઉપાડવા માટે ડેબિટ કાર્ડની જરૂર નથી. […]

Trending Business
UPI ATM launched Now you can withdraw money without using debit card ડેબિટ કાર્ડ ઘરે ભૂલી ગયા છો! હવે ATM માંથી પૈસા ઉપાડવા કાર્ડની જરૂર નથી, ફોલો કરો આ સ્ટેપ્સ

મુંબઈઃ ભારતમાં ડિજિટલ પેમેન્ટ જોરશોરથી થઈ રહ્યું છે. શાકભાજી વેચતા ફેરિયાથી માંડી મોટા સ્ટોરમાં ડિજિટલ પેમેન્ટ હવે સાવ સામાન્ય બાબત બની ગઈ છે. ભારતમાં UPI આધારીત પેમેન્ટ સિસ્ટમ એક ડગલું આગળ વધવા જઇ રહ્યું છે. ભારતમાં હવે UPI ATM લોન્ચ થઈ ગયું છે. જી હા, હવે તમારે ATMમાંથી રૂપિયા ઉપાડવા માટે ડેબિટ કાર્ડની જરૂર નથી. તમે UPIનો ઉપયોગ કરીને રૂપિયા ઉપાડી શકશો.

જાપાનની કંપની હિટાચી પેમેન્ટ સર્વિસિસ અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ સાથે મળીને વ્હાઈટ લેબલ ATMની શરૂઆત કરી છે. તેની મદદથી ગ્રાહકો ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ વગર ATMમાંથી રૂપિયા ઉપાડી શકે છે.

કોણ લઇ શકશે આ સુવિધાનો લાભ!
આ સુવિધાનો ઉપયોગ કરવા માટે તમારી બેન્ક UPI પર લાઈવ હોવી જોઇએ. આ સાથે જ ATMમાં પણ UPI-ATM ઈન્ટરઓપરેબલ કાર્ડ લેસ વિડ્રોઅલ ફેસિલિટી હોવી જોઈએ. UPI એપ્લિકેશન પર રજિસ્ટર્ડ હોય તેવી કોઈ પણ વ્યક્તિ UPI-ATMનો ઉપયોગ કરી શકે છે.

ડેટા સ્ક્રિમિંગનું જોખમ નહીં રહે
UPI-ATM સુવિધાનો એક ફાયદો એ થશે કે ડેબિટ કાર્ડ ધારકોને સ્કિમિંગનું જોખમ નહીં રહે. ઘણી જગ્યાએ એવા કિસ્સા સામે આવ્યા છે કે છેતરપિંડી કરનારાઓ કાર્ડનું સ્કિમિંગ કરીને ડેટા ચોરી લે છે અથવા ડુપ્લિકેટ કાર્ડ બનાવી બેન્કમાંથી પૈસા ઉપાડી લે છે. જોકે, UPI આધારીત કેશ વિડ્રોલ સિસ્ટમાં આ જોખમથી યુઝર્સ બચી શકશે.

UPI-ATMથી રૂપિયા કઈ રીતે ઉપાડવા?
1. ATMમાંથી જે રકમ ઉપાડવી હોય તે સિલેક્ટ કરો.
2. ATMના ડિસ્પ્લે પર એક QR કોડ આવશે જેમાં રકમ દર્શાવાશે.
3. UPI એપનો ઉપયોગ કરીને તે QR કોડ સ્કેન કરો
4. ટ્રાન્ઝેક્શનને ઓથોરાઈઝ કરવા માટે UPI PIN એન્ટર કરો
5. ટ્રાન્ઝેક્શન ઓથોરાઈઝ થઈ ગયા બાદ તમે ATMમાંથી નાણાં ઉપાડી શકશો.

આ પણ વાંચો : Good News!/ ભારતમાં ફરી આવી શકે છે Tiktok ! ઇન્સ્ટાગ્રામનું વધ્યું ટેન્શન, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો : China/ ચીનની જબરી દાદાગીરી, સરકારી કર્મચારીઓ નહીં વાપરી શકે IPhone

આ પણ વાંચો : ASEAN India Summit/ જકાર્તામાં “PM મોદી”નું ભવ્યથી ભવ્ય સ્વાગત: જુઓ આ Video