China/ ચીનની જબરી દાદાગીરી, સરકારી કર્મચારીઓ નહીં વાપરી શકે iPhone

બીજિંગઃ દુનિયાભરમાં પોતાની આણ વર્તાવવા માગતા ચીનની દાદાગીરીનો પાર નથી. તેનો કડવો અનુભવમાંથી ટેક કંપનીઓ પણ બાકાત રહી નથી. ચીને તાજેતરમાં અમેરિકા સાથે ચાલી રહેલી ટેકનોલોજી વોરમાં અમેરિકાની ટેક કંપની એપલના iPhone પર પ્રતિબંધ મુક્યો છે. ચીને તેની સરકારી એજન્સીઓમાં કામ કરતા અધિકારીઓના iPhone વાપરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચીને આ નિર્ણય ફક્ત iPhone […]

Trending Business
China Bans iPhone Use for Government Officials at Work ચીનની જબરી દાદાગીરી, સરકારી કર્મચારીઓ નહીં વાપરી શકે iPhone

બીજિંગઃ દુનિયાભરમાં પોતાની આણ વર્તાવવા માગતા ચીનની દાદાગીરીનો પાર નથી. તેનો કડવો અનુભવમાંથી ટેક કંપનીઓ પણ બાકાત રહી નથી. ચીને તાજેતરમાં અમેરિકા સાથે ચાલી રહેલી ટેકનોલોજી વોરમાં અમેરિકાની ટેક કંપની એપલના iPhone પર પ્રતિબંધ મુક્યો છે.

ચીને તેની સરકારી એજન્સીઓમાં કામ કરતા અધિકારીઓના iPhone વાપરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચીને આ નિર્ણય ફક્ત iPhone પર જ નહીં અન્ય વિદેશી બ્રાન્ડની ચીજવસ્તુઓ વાપરવા પર પણ ચીને રોક લગાવી છે.

ચીની સરકારના આ નિર્ણયથી બુધવારના રોજ એપલ કંપનીના શેરમાં કડાકો બોલી ગયો હતો. ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જમાં એપલનો શેર 3.6% ઘટીને $182.91 પર આવી ગયો હતો.

અધિકારીઓ iPhone વાપરવો તો ઠીક ઓફિસમાં પણ લાવી નહીં શકે. જો કે આ આદેશ ક્યાં સુધી લાગુ રહેશે તે અંગેની કોઈ ચોખવટ કરવામાં આવી નથી. રિપોર્ટ અનુસાર પ્રતિબંધિત વિદેશી સ્માર્ટફોન નિર્માતાઓની યાદીમાં Apple ઉપરાંત અન્ય નામ પણ સામેલ છે.

ટૂંક સમયમાં જ આઇફોન-15 લોન્ચ થવા જઇ રહ્યો છે. એપલ માટે ચીન એક મોટું માર્કેટ છે. એવામાં આ નિર્ણય કંપનીને આર્થિક ફટકો પડશે. ચીને ડેટા સિક્યોરિટી મામલે નવા નિયમો લાગુ કરવાની કંપનીને ફરજ પાડી છે. ચીને પોતાની કંપનીઓને પણ ટેકનોલોજીના મામલે આત્મનિર્ભર થવાની અપીલ કરી હતી.

આ પણ વાંચો: Janmashtmi 2023/ તિરુપતિ મંદિરમાં ભક્તે ચડાવ્યા 108 સોનાના કમળ, કિંમત જાણીને તમે પણ ચોંકી જશો

આ પણ વાંચો: Janmashtami 2023/ કૃષ્ણ જન્માષ્ટમી પર જાણો ભાગવત ગીતાના આ શ્લોક મળશે તમામ સમસ્યાઓનું સમાધાન

આ પણ વાંચો: Rajasthan/ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી: શું કોંગ્રેસ “સચિન પાયલટ”ને નજરઅંદાજ કરી રહી છે?