સુરત/ GIDCમાંથી મળી આવ્યું યુરિયા ખાતર,કંપનીની બે ડિરેકટરો સામે ફરિયાદ

સુરતના સચીન જીઆઇડીસી વિસ્તારમાં રુદ્રાક્ષ સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની આવેલી છે. જ્યાં સુરત જિલ્લાના ખેતી અધિકારીઓની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

Gujarat Surat
Untitled 136 GIDCમાંથી મળી આવ્યું યુરિયા ખાતર,કંપનીની બે ડિરેકટરો સામે ફરિયાદ

@અમિત રૂપાપરા 

સુરતના સચીન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એક કંપનીમાંથી 350 કિલો સબસીડી વાળા યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો. આ સમગ્ર મામલે સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં કંપનીના બે ડિરેક્ટરો સામે ખેતી અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

સુરતના સચીન જીઆઇડીસી વિસ્તારમાં રુદ્રાક્ષ સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની આવેલી છે. જ્યાં સુરત જિલ્લાના ખેતી અધિકારીઓની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે તપાસ દરમિયાન કંપનીમાંથી 350 કિલો નીમકોટેડ સબસીડી વાળું યુરિયા ખાતર મળી આવ્યું હતું. જેથી ખેતી અધિકારી દ્વારા કંપનીના બે ડિરેક્ટરો વિરુદ્ધ સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Untitled 136 1 GIDCમાંથી મળી આવ્યું યુરિયા ખાતર,કંપનીની બે ડિરેકટરો સામે ફરિયાદ

મહત્વની વાત છે કે 24 ડિસેમ્બર 2022 ના રોજ ખેતી નિયામક દ્વારા રુદ્રાક્ષ સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડની મુલાકાત લેવામાં આવી હતી. તે સમયે કંપનીમાં તપાસ કરતા કંપનીમાં કલર સ્ટોરની અંદરથી GNFC કંપની દ્વારા ઉત્પાદન કરવામાં આવતા યુરિયા ખાતરની 45 કિલોની 12 બેગ મળી આવી હતી. ત્યારબાદ કલર સ્ટોરમાં વધારે તપાસ કરતા પ્લાસ્ટિકની એક પીપની અંદરથી સરકાર દ્વારા આપવામાં આવતું નીમકોટેડ યુરિયા ખાતર 50 કિલો મળી આવ્યું હતું. ત્યારબાદ સ્ટોરમાં રહેલી 24 જેટલી પીપની તપાસ કરતા 8માંથી સબસીડી વાળા નીમ્પોટેડ યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો.

આ ખાતરના સેમ્પલ લઇ તેને બારડોલીની રસાયણક ખાતરની પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા. 31 ડિસેમ્બર 2022ના રોજ આ ખાતર સરકારી નિમકોટેડ યુરિયા હોવાનું સામે આવ્યું હતું. તેથી 3 જાન્યુઆરી 2023ના રોજ રુદ્રાક્ષ સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડને કારણદર્શક નોટિસ આપી ખુલાસો માગવામાં આવ્યો હતો. જે તે સમયે કંપનીના ડિરેક્ટર મિતુલ મહેતા દ્વારા આ બાબતે રી એનાલિસિસની માગણી કરવામાં આવી હતી. જેથી આ સેમ્પલ ખેતી નિયામક દ્વારા એનાલિસિસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.

ફરીથી આ મામલે તપાસમાં સામે આવ્યું હતું કે આ ખાતરના 8 નમૂનાઓ જે મોકલવામાં આવ્યા છે તે નીમકોટેડ છે. જેથી આ બાબતે ખેતી અધિકારી દ્વારા 22 જૂન 2023ના રોજ સચિન પોલીસ સ્ટેશનમાં રૂદ્રાક્ષ સિન્થેટિકના ડિરેક્ટર મિતુલ મહેતા અને નિલેશ વીસાવે વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવતા નીમકોટેડ યુરિયા ખાતરનો ઉપયોગ ગેરકાયદેસર રીતે ઔદ્યોગિક ક્ષેત્રે કરવા બદલ આ ફરિયાદ નોંધાય છે અને સચિન પોલીસે સમગ્ર મામલે ફરિયાદ વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:સુરતમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, આદિવાસી સમાજના આગેવાની ફાંસીની માગ

આ પણ વાંચો:ખૂંટિયાએ વૃદ્ધને લીધા અડફેટે, CCTVમાં જુઓ દિલ ધડક દ્રશ્યો

આ પણ વાંચો:સુરતમાં ટ્યુશન ક્લાસથી ઘરે જતી 8 વર્ષની વિદ્યાર્થીની સાથે રિક્ષા ચાલાકે કર્યા અડપલાં, પોલીસે કરી ધરપકડ

આ પણ વાંચો:બિપોરજોયના વરસાદે ચીભડામાં 8 હેકટર થી વધુ માં ઉગાડેલો કપાસનો પાક પાણીમાં ગરકાવ, ખેડુતોના કપાસનો પાક