Bollywood/ ઉર્મિલા માતોંડકરને તેના 48માં જન્મ દિવસ પર પતિ તરફથી મળી સરપ્રાઈઝ

બોલિવૂડની રંગીલા ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી ઉર્મિલા માતોંડકર આજે તેનો 48મો જન્મદિવસ ઉજવી રહી છે. ઇન્ડસ્ટ્રીનાં નજીકનાં મિત્રો અને ચાહકો સતત તેને સોશિયલ મીડિયા પર જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં વ્યસ્ત છે.

Entertainment
11 41 ઉર્મિલા માતોંડકરને તેના 48માં જન્મ દિવસ પર પતિ તરફથી મળી સરપ્રાઈઝ

બોલિવૂડની રંગીલા ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી ઉર્મિલા માતોંડકર આજે તેનો 48મો જન્મદિવસ ઉજવી રહી છે. ઇન્ડસ્ટ્રીનાં નજીકનાં મિત્રો અને ચાહકો સતત તેને સોશિયલ મીડિયા પર જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં વ્યસ્ત છે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો – ધોળી ધજા ડેમ હવે સૌરાષ્ટ્રનું પાણિયારું બન્યો /  સુરેન્દ્રનગર શહેરમાં પાણીની સમસ્યા નહીં સર્જાય : ધોળીધજા ડેમ 65 % હજુ ભરેલો

ઉર્મિલા માતોંડકરને અડધી રાત્રે પતિ મોહસીન અખ્તર મીર તરફથી એક ખાસ સરપ્રાઈઝ મળી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના જન્મદિવસની તસવીરો શેર કરીને મોહસીનનો દિલથી આભાર માન્યો છે. જેકી શ્રોફ, તુષાર કપૂર અને અનૂપ સોની જેવા તમામ સ્ટાર્સે આ તસવીરો પર કોમેન્ટ કરી છે. ઉર્મિલા માતોંડકરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જન્મદિવસની બે પોસ્ટ શેર કરી છે. પ્રથમ તસવીરમાં તે સ્ટ્રોબેરી કેક સાથે જોવા મળી રહી છે. બે દિવસ પહેલા આ તસવીર શેર કરતા તેણે લખ્યું હતું કે, ‘કેક કાપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તે પણ સ્ટ્રોબેરી કેકથી… મારો જન્મદિવસ આજે નથી પણ ટૂંક સમયમાં આવી રહ્યો છે.’ મોડી રાત્રે તેણે એક નવી તસવીર શેર કરી છે જેમાં તે તેના પતિ સાથે જોવા મળી રહી છે. આ તસવીરમાં એક યમ્મી ચોકલેટી કેક પણ જોવા મળે છે. તસવીર શેર કરતાં તેણે લખ્યું, ‘હંમેશા મને જે આશીર્વાદ મળે છે તેને હુ ગણતી રહુ છું… હું તેના માટે આભારી છું.’

Instagram will load in the frontend.

આ પણ વાંચો – ગુજરાત /  મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું પ્રથમ રેલવે સ્ટેશન આ શહેરમાં બનશે, 4 વર્ષ પછી દોડશે પહેલી બુલેટ ટ્રેન

ઉર્મિતા માતોંડકરને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા જેકી શ્રોફે લખ્યું, ‘બીડુ તને મારો પ્રેમ…’ ઉર્મિલા માતોંડકરની તસવીર પર ટિપ્પણી કરતાં તુષાર કપૂરે લખ્યું, ‘જન્મદિવસની ઘણી શુભેચ્છાઓ… આ દિવસો વારંવાર આવે… જન્મદિવસની શુભેચ્છા…’ જણાવી દઈએ કે ઉર્મિલાએ નાનપણથી જ ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી હતી. તે પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. વર્ષ 2016માં તેણે બિઝનેસમેન મોહસીન અખ્તર મીર સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2018 થી તે ફિલ્મી દુનિયાથી દૂર છે.