Oops moment/ સ્ટેજ પર પરફોર્મ કરી રહી હતી ઉર્વશી રૌતેલા, ડ્રેસ સરકી ગયો અને… 

ઉર્વશી સ્ટેજ પર ડાન્સ કરી રહી હતી જ્યારે તેનો ડ્રેસ ઉપરથી લપસતો જોવા મળે છે. અભિનેત્રીએ તેના ડ્રેસને સુંદર રીતે સંભાળ્યો અને પર્ફોમન્સ નુકસાન ન થવા દીધું.

Entertainment
ઉર્વશી

ઉર્વશી રૌતેલા દુનિયાની અલગ-અલગ જગ્યાએ પરફોર્મ કરતી જોવા મળે છે. તે એક શો માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે. પોતાની સુંદરતાથી લોકોના દિલ પર રાજ કરનાર ઉર્વશીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે વોર્ડરોબ માલ્ફંક્શનનો શિકાર બનતા બચી ગઈ છે. ઉર્વશી સ્ટેજ પર ડાન્સ કરી રહી હતી જ્યારે તેનો ડ્રેસ ઉપરથી લપસતો જોવા મળે છે. અભિનેત્રીએ તેના ડ્રેસને સુંદર રીતે સંભાળ્યો અને પર્ફોમન્સ નુકસાન ન થવા દીધું. ઉર્વશીએ સેવન સ્ટાર હોટેલ બુર્જ અલ અરબના ટોપ પર પરફોર્મ કર્યું હતું. આવું કરનાર તે પ્રથમ ભારતીય છે.

ઉર્વશી પોતાને ખૂબ નસીબદાર માને છે કે તેને આ તક મળી. આ માટે તેણે તમામનો આભાર માન્યો છે. તેણે તેના પરફોર્મન્સનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે ઓફ શોલ્ડર ગ્રીન ગાઉન પહેર્યો છે. ડાયમંડ ઇયરિંગ્સ તેના લુકને પૂર્ણ કરી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે માઈક લઈને ડાન્સ કરી રહી છે, આ દરમિયાન જ્યારે તેનો ડ્રેસ લપસી જાય છે તો તે તરત જ તેને પોતાના હાથથી હેન્ડલ કરી લે છે.

https://www.instagram.com/reel/Cbz8ZOog_4K/?utm_source=ig_web_copy_link

ઉર્વશીના વીડિયો પર ફેન્સ તરફથી ઘણી કોમેન્ટ્સ આવી રહી છે. એક યુઝરે લખ્યું, ‘ઈન્ટરનેશનલ સુપરસ્ટાર, આમ જ રોક કરતાં રહો.’ એકે કહ્યું, ‘મને તમારા પર ગર્વ છે ઉર્વશી મેમ. તમે ખરેખર સખત મહેનત કરી રહ્યા છો. તમે અમારા માટે પ્રેરણા છો.’ એક યુઝરે કહ્યું, ‘ઉત્તરાખંડની છોકરી આખા દેશમાં ફેમસ છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ઉર્વશી રણદીપ હુડ્ડા સાથે ફિલ્મ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’માં જોવા મળશે. આ સિવાય તે ટૂંક સમયમાં તમિલમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

આ પણ વાંચો :અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટરનું  થયું બ્રેકઅપ, બંને 3 વર્ષથી કરી રહ્યા હતા ડેટ!

આ પણ વાંચો :લાલ સાડીમાં પતિ સાથે બાસ્કેટબોલ રમતી જોવા મળી સની લિયોન, જુઓ વીડિયો 

આ પણ વાંચો :સોનમ કપૂરે રોયલ લૂકમાં કરાવ્યું ફોટોશૂટ, જાણો ક્યૂટ બેબી બમ્પ જોઈને લોકોએ શું કહ્યું

આ પણ વાંચો :સાઉદી અરેબિયાના મંત્રીને મળ્યો શાહરૂખ, સલમાન અને અક્ષય કુમાર, લોકોએ કહ્યું- કાર્તિક આર્યન…