Not Set/ US નાં લોકો કોરોના બાદ હવે લાલ ડુંગળીનાં સંક્રમણથી પરેશાન, 400 લોકો આવ્યા ઝપટમાં

  અમેરિકાનાં ઘણા રાજ્યોમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસની સાથે અન્ય બેક્ટેરિયાનો કહેર જોવા મળી રહ્યો છે. આ બેક્ટેરિયાનાં કારણે અમેરિકામાં અત્યાર સુધીમાં 400 લોકો સંક્રમિત થયા હોવાના અહેવાલ છે. જ્યારે 60 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. યુએસ સ્થિત સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) દ્વારા થોમસન ઇન્ટરનેશનલ કંપની દ્વારા પૂરા પાડવામાં આવતી […]

World
d2ee6a9cf3b423c54c841c301bfbf385 US નાં લોકો કોરોના બાદ હવે લાલ ડુંગળીનાં સંક્રમણથી પરેશાન, 400 લોકો આવ્યા ઝપટમાં
 

અમેરિકાનાં ઘણા રાજ્યોમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસની સાથે અન્ય બેક્ટેરિયાનો કહેર જોવા મળી રહ્યો છે. આ બેક્ટેરિયાનાં કારણે અમેરિકામાં અત્યાર સુધીમાં 400 લોકો સંક્રમિત થયા હોવાના અહેવાલ છે. જ્યારે 60 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

યુએસ સ્થિત સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) દ્વારા થોમસન ઇન્ટરનેશનલ કંપની દ્વારા પૂરા પાડવામાં આવતી ડુંગળીનું સેવન ન કરવા ચેતવણી આપવામાં આવી છે. જો તમે આ ડુંગળીથી ખાવાની કોઇ સામગ્રી તૈયાર કરી છે, તો તેને ન ખાઓ, ફેંકી દો. કારણ કે આ ડુંગળી દ્વારા સૈલ્મોનેલા બેક્ટેરિયાનો ચેપ ફેલાઇ રહ્યો છે.

સૈલ્મોનેલા બેક્ટેરિયાથી ચેપગ્રસ્ત ડુંગળી ખાવાથી વ્યક્તિનાં શરીરનું તાપમાન ઝડપથી વધી જાય છે. જેના કારણે તીવ્ર તાવ, ઉલ્ટીની સમસ્યા, ઝાડા અને પેટમાં તીવ્ર દુખાવો થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુનાઇટેડ સ્ટેટ્સનાં 34 રાજ્યોનાં 400 લોકો અત્યાર સુધી આ બેક્ટેરિયાનાં ચેપનો ભોગ બન્યા છે. જ્યારે તેમાંથી 60 લોકોને ગંભીર હાલત હોવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આરોગ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે, સૈલ્મોનેલા બેક્ટેરિયાથી બનેલા ડુંગળી ખાતા વ્યક્તિમાં ઝાડા, તાવ, ઉલ્ટી થવી અથવા પેટમાં દુખાવાની સમસ્યા 6 કલાકથી 6 દિવસની અંદર કોઈ પણ સમયે જોઇ શકાય છે. એટલે કે, આ બેક્ટેરિયાનાં ચેપની અસર દરેક વ્યક્તિમાં જુદા જુદા સમયે જોઇ શકાય છે. પછી ભલે તેમણે સંક્રમિત ડુંગળીનું સેવન એક સમયે જ કર્યુ હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.