America Air Strike/ લાલ સમુદ્રના હુથી બળવાખોરો પર અમેરિકાનો હવાઈ હુમલો, નારાજ યમન

અમેરિકાએ લાલ સમુદ્રના હુથી બળવાખોરો પર હુમલો કરતા યમન નારાજ થયું. અમેરીકાએ હુથી વિદ્રોહીઓ પર હુમલો કરતા પશ્ચિમ એશિયામાં તણાવ વધી શકે તેવી સંભાવના રહેલી છે.

Top Stories World
Mantay 12 1 લાલ સમુદ્રના હુથી બળવાખોરો પર અમેરિકાનો હવાઈ હુમલો, નારાજ યમન

અમેરિકાએ લાલ સમુદ્રના હુથી બળવાખોરો પર હુમલો કરતા યમન નારાજ થયું. હુથી વિદ્રોહીઓના આતંકને ડામવા અમેરિકા અને બ્રિટન દ્વારા સંયુક્ત પણે આ કાર્યવાહી કરવામાં આવી. અમેરિકાના હુથી વિદ્રોહીઓ પર હવાઈ હુમલા કરાતા યમને આ કાર્યવાહીને સાર્વભૌમત્વ અને ક્ષેત્રીય અખંડિતતા પર હુમલો ગણાવ્યો. હુથી વિદ્રોહીઓ લાલ સમુદ્રમાંથી ઇઝરાયેલ તરફ જતા જહાજોને નિશાન બનાવતા હતા. અગાઉ યુએન સંઘ દ્વારા ચેતવણી આપ્યા બાદ પણ વિદ્રોહીઓ મનમાની કરતા આ જવાબી કાર્યવાહી કરવામાં આવી.

 યમન 1 લાલ સમુદ્રના હુથી બળવાખોરો પર અમેરિકાનો હવાઈ હુમલો, નારાજ યમન

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને હુથીઓ પર થયેલ હુમલાને લાલ-સમુદ્ર પર થયેલ હુમલાનો બદલો ગણાવ્યો. બાઈડેને કહ્યું કે હુથી વિદ્રોહીઓના કારણે તેમના અનેક વેપારી જહાજોએ રૂટ બદલવો પડયો. જેના કારણે તેમને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડયું. વધુમાં બાઈડેને જણાવ્યું કે હું અમારા નાગરિકોની સુરક્ષા માટે આકરા પગલા લેતા અચકાઈશ નહી.

લાલ સમુદ્ર પર સત્તા ધરાવતા આતંક ફેલવાનારા હુથી વિદ્રોહીઓને ખતમ કરવા બ્રિટન અને અમેરિકા એક થયા છે. બંને દેશોએ વિદ્રોહીઓ વિરુદ્ધ જંગ છેડતા અનેક સ્થાનો પર હુમલા શરૂ કર્યા છે. વિદ્રોહીઓને પાઠ ભણાવવા બંને સેનાએ હુથી વિદ્રોહીઓના લોજિસ્ટિક્સ હબ, એર ડિફેન્સ સિસ્ટમ અને હથિયારોના ભંડારને નિશાન બનાવવા ટોમહોક મિસાઈલ અને જેટ વિમાનનો ઉપયોગ કર્યો છે. લાલ સમુદ્રના બળવાખોરોને વ્હાઈટ હાઉસ દ્વારા હુમલા બંધ કરવા ચેતવણી આપવામાં આવી હતી. છતાં ઈરાન સમર્થિત બળવાખોર દળો દ્વારા લાલ સમુદ્રના શિપિંગ પર અઠવાડિયાના વિક્ષેપ બાદ આતંકી હુમલા ચાલુ રહેતા શુક્રવારે વહેલી સવારે અમેરિકાએ યમનના હુથીના કેટલાક વિસ્તારો પર હવાઈ હુમલા કર્યા. હુથી બળવાખોરો પર હુમલાથો થતા યમન અને ઇરાન બંને દેશો રોષે ભરાયા છે.

03 લાલ સમુદ્રના હુથી બળવાખોરો પર અમેરિકાનો હવાઈ હુમલો, નારાજ યમન

લાલ સમુદ્રના હુથી બળવાખોરોને ઇરાન અને યમન સમર્થન આપતું હોવાની આશંકા છે. ઉપરાંત એ પણ આશંકા સેવાઈ રહી છે કે આ બંને દેશો હુથી વિદ્રોહીઓને હથિયાર પૂરા પાડે છે. કેટલાક દેશો હુથી વિદ્રોહીઓને ઇસ્લામિક બળવાખોરોનું જૂથ માને છે. આથી જ્યારથી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયુ ત્યારથી આ બળવાખોરો લાલ સમુદ્ર પર અવર-જવર કરતા વેપારી જહાજોને લક્ષ્યાંકિત હુમલા કરી રહ્યા છે. આ મામલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઠરાવ પસાર કરાયો હતો. આ ઠરાવમાં હુથીના વિરોધમાં 11 મત પડ્યા હતા. હુથી વિદ્રોહીઓ પર કરાતા હુમલામાં અમેરિકાને બ્રિટન ઉપરાંત ઓસ્ટ્રેલિયા, બહેરીન, કેનેડા અને નેધરલેન્ડે પણ સંમતિ આપી છે. અમેરીકાએ હુથી વિદ્રોહીઓ પર હુમલો કરતા પશ્ચિમ એશિયામાં તણાવ વધી શકે તેવી સંભાવના રહેલી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કેનેડાએ ભારતમાં વેપાર કરવા તેમજ સંબંધો ઘનિષ્ઠ બનવા પર ભાર મૂક્યો

આ પણ વાંચો: ગિફ્ટ સિટીમાં દારૂની પરમિટ આપવાનું શરૂ

આ પણ વાંચો: મોદી સરકાર આ તારીખે રજૂ કરી શકે છે બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ