Not Set/ અમેરિકાનાં રક્ષા મંત્રી જેમ્સ મૈટીસનું રાજીનામું, ટ્રમ્પ સાથે હતા મતભેદ

વોશિંગ્ટન, અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વધુ એક ઝાટકો લાગ્યો છે. યુએસનાં રક્ષા મંત્રી જેમ્સે રાજીનામું આપી દીધું છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ વાતને લઈને ટ્વીટ કર્યું હતું. એમણે લખ્યું હતું કે, ‘જનરલ જેમ્સ મૈટીસ રિટાયર થઇ રહ્યાં છે. ફેબ્રુઆરી 2019 નાં અંત સુધીમાં તેઓ મારી સરકારને 2 વર્ષ સુધી રક્ષા મંત્રી તરીકે સેવા આપ્યા બાદ એમનાં […]

Top Stories World
us defence minister 1 અમેરિકાનાં રક્ષા મંત્રી જેમ્સ મૈટીસનું રાજીનામું, ટ્રમ્પ સાથે હતા મતભેદ

વોશિંગ્ટન,

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વધુ એક ઝાટકો લાગ્યો છે. યુએસનાં રક્ષા મંત્રી જેમ્સે રાજીનામું આપી દીધું છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ વાતને લઈને ટ્વીટ કર્યું હતું.

એમણે લખ્યું હતું કે, ‘જનરલ જેમ્સ મૈટીસ રિટાયર થઇ રહ્યાં છે. ફેબ્રુઆરી 2019 નાં અંત સુધીમાં તેઓ મારી સરકારને 2 વર્ષ સુધી રક્ષા મંત્રી તરીકે સેવા આપ્યા બાદ એમનાં પદથી રિટાયર થઇ જશે.’

મૈટીસનાં વખાણ કરતાં ટ્રમ્પે લખ્યું હતું કે, ‘એમનાં કાર્યકાળ દરમ્યાન ઘણી ઉન્નતી થઇ છે. હું એમની સેવાનો આભારી છું.’ આ સાથે એમણે જણાવ્યું છે કે, નવા રક્ષા મંત્રી ટુંક સમયમાં નિમવામાં આવશે.

સિરિયામાંથી અમેરિકી સૈનિકોને પાછા બોલાવવાની વાતને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ અને મૈટીસ વચ્ચે મતભેદ હતા.

મૈટીસે ટ્રમ્પને લખેલાં પત્રમાં એમણે કહ્યું હતું કે, ‘કારણકે તમને તમારા વિચારો સાથે મળતાં વિચારવાળા વ્યક્તિને રક્ષા મંત્રી રાખવાનો અધિકાર છે. એટલા માટે મારે આ પદ છોડી દેવું જોઈએ.’

જો કે પેન્ટાગોન તરફથી મૈટીસે ટ્રમ્પને લખેલો પત્ર જાહેર થયો એ પહેલાં જ ટ્રમ્પે કહ્યું હતું કે મૈટીસે સન્માન સાથે ફેબ્રુઆરીનાં અંત સુધીમાં રિટાયર થઇ જશે.