પ્રહાર/ અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડને ન્યુઝ પેપર એપલ ડેઇલી બંધ થતાં ચીન પર કર્યા આકરા પ્રહાર

ચીનના દમનકારી વલણ, ધરપકડ, ધમકીઓ અને રાષ્ટ્રીય સુરક્ષા કાયદાથી એપલ ડેઇલી ની સ્વતંત્રતા પ્રભાવિત થઈ

World
biden અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડને ન્યુઝ પેપર એપલ ડેઇલી બંધ થતાં ચીન પર કર્યા આકરા પ્રહાર

હોંગકોંગમાં લોકશાહી સમર્થન તરીકે ઓળખાતા સમાચાર પત્ર એપલ ડેઇલી બંધ થયા બાદ યુએસના રાષ્ટ્રપતિ બાઇડને ચીનની નિંદા કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેને કહ્યું છે કે પત્રકારત્વ એ કોઈ ગુનો નથી. હોંગકોંગના લોકોને પ્રેસની સ્વતંત્રતા છે. બેઇજિંગ હોંગકોંગને મૂળભૂત સ્વતંત્રતાઓ નથી આપી રહ્યું. તેમણે ચીન વિશે જણાવ્યું હતું કે બેઇજિંગ હોંગકોંગની સ્વાયતતા અને લોકશાહી સંસ્થાઓ પર હુમલો કરી રહ્યું છે. અમે હોંગકોંગમાં લોકોને મદદ કરવાનું ચાલુ રાખીશુ.

એપલ ડેઇલી બંધ થતાં નારાજ દેખાતા અમેરિકન રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે હોંગકોંગ અને આખી દુનિયામાં મીડિયાની સ્વતંત્રતા માટે આ ખૂબ જ ખરાબ દિવસ છે. બેઇજિંગના દમનકારી વલણ, ધરપકડ, ધમકીઓ અને રાષ્ટ્રીય સુરક્ષા કાયદાથી ‘એપલ ડેઇલી’ ની સ્વતંત્રતા પ્રભાવિત થઈ. હોંગકોંગમાં સ્વતંત્ર પત્રકારત્વનો ગઢ રહી ચૂકેલી  એપલ ડેઇલી ના  પ્રકાશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ પ્રખ્યાત અખબારને હોંગકોંગમાં લાગુ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા માટે મોટી કિંમત ચૂકવવી પડી છે. પોલીસની વધતી કાર્યવાહી, મુખ્ય સંપાદક અને પાંચ અધિકારીઓની અટકાયત અને નાણાકીય સંપત્તિ જપ્ત કરવાથી સમાચાર પત્ર બંધ કરવાની  ફરજ પડી હતી.એપલડેઇલી પર લાંબા સમયથી ચીની અને હોંગકોંગના અધિકારીઓનું દબાણ હતું. સમાચાર પત્ર હોંગકોંગમાં લોકશાહીના સમર્થનમાં પોતાનો અવાજ ઉઠાવી રહ્યો છે . સામ્યવાદી ચીનના સરમુખત્યારશાહી વલણ હોવા છતાં, એપલ ડેલી લોકશાહી અધિકાર અને સ્વતંત્રતાઓને ટેકો આપવાનું ચાલુ રાખે છે.