Not Set/ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામે આવી શકે છે “મહાભિયોગ”નો પડકાર, લોઅર હાઉસનાં સ્પીકર નેન્સીએ કરી તૈયારી

અમેરિકની સંસદનાં લોઅર હાઉસ, હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેલોસી દ્વારા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર દેશને છેતરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. નેન્સીએ કહ્યું કે, ટ્રમ્પે પોતાના હરિફને નુકસાન પહોંચાડવા માટે વિદેશી શક્તિનો દુરઉપયોગ કર્યો છે. જેના કારણે તેમના વિરુદ્ધ મહાભિયોગ તપાસ કરવામાં આવશે. નેન્સીએ કહ્યું કે, ટ્રમ્પે યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોડાઈમર જેલેસ્કી પર ડેમોક્રેટ નેતા […]

Top Stories World
trump nancy.jpg2 અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામે આવી શકે છે "મહાભિયોગ"નો પડકાર, લોઅર હાઉસનાં સ્પીકર નેન્સીએ કરી તૈયારી

અમેરિકની સંસદનાં લોઅર હાઉસ, હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેલોસી દ્વારા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર દેશને છેતરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. નેન્સીએ કહ્યું કે, ટ્રમ્પે પોતાના હરિફને નુકસાન પહોંચાડવા માટે વિદેશી શક્તિનો દુરઉપયોગ કર્યો છે. જેના કારણે તેમના વિરુદ્ધ મહાભિયોગ તપાસ કરવામાં આવશે.

trump nancy અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામે આવી શકે છે "મહાભિયોગ"નો પડકાર, લોઅર હાઉસનાં સ્પીકર નેન્સીએ કરી તૈયારી

નેન્સીએ કહ્યું કે, ટ્રમ્પે યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોડાઈમર જેલેસ્કી પર ડેમોક્રેટ નેતા જે. બિડેન અને તેમના દિકરા વિરુદ્ધ ભ્રષ્ટાચારનાં મામલાની તપાસ કરાવવા માટે દબાણ કર્યું હતું. એંત વ્હિસલબ્લોઅરે આ મામલે ફરિયાદ કરી હતી. જોકે ટ્રમ્પના કહ્યાં પ્રમાણે, તેઓ જેલેસ્કી સાથે ફોન કોલમાં થયેલી ચર્ચાની વિગત આપવા માટે તૈયાર છે. ટ્રમ્પે તાજેતરમાં જ કબૂલ્યું હતું કે તેમની અને જેલેસ્કી વચ્ચે બિડેન અંગે ચર્ચા થઈ હતી.

trump nancy.jpg1 અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામે આવી શકે છે "મહાભિયોગ"નો પડકાર, લોઅર હાઉસનાં સ્પીકર નેન્સીએ કરી તૈયારી

જો કે, હજુ સુધી ફોન પર જેલેસ્કી સાથે શું વાત કરી તે અંગેની ટ્રમ્પે કોઈ સ્પષ્ટતા થઈ નથી. વિપક્ષ ડેમોક્રેટનાં સાંસદોનાં કહેવા મુજબ ટ્રમ્પે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ બિડેન વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપની તપાસ શરૂ કરવા માટે યૂક્રેનને આર્થિક મદદ અટકાવવા અંગેની ધમકી આપી હતી. .

trump nancy.jpg3 અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામે આવી શકે છે "મહાભિયોગ"નો પડકાર, લોઅર હાઉસનાં સ્પીકર નેન્સીએ કરી તૈયારી

નેન્સી દ્વારા ટ્રમ્પ પર બંધારણીય જવાબદારીઓનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, આ જ સપ્તાહમાં રાષ્ટ્રપતિએ કબુલ્યું છે કે તેમણે યૂક્રેનને એવી કાર્યવાહી કરવાની માંગ કરી જેથી તેમને રાજકીય મદદ મળી શકે. આ માટે રાષ્ટ્રપતિને જ જવાબદાર ગણવા જોઈએ. બિડેને પણ ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવાનું સમર્થન કર્યું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.