Not Set/ અમેરિકાએ કર્યું ભારત પર 200 વર્ષ રાજ : ભાજપના મુખ્યમંત્રીનો બફાટ  

તીરથ સિંહને  ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી બને હજુ તો ગણતરીના દિવસો  જ થયા છે. અને તેમણે પોતાનું જ્ઞાન નું પ્રદર્શન ચાલુ કરી દીધું છે. હાલ માં જ ઉતરાખંડની ધુરા સાંભળ્યા બાદ  રાજ્યના મુખ્યમંત્રીએ પોતાના નિવેદનથી

Top Stories India
election 13 અમેરિકાએ કર્યું ભારત પર 200 વર્ષ રાજ : ભાજપના મુખ્યમંત્રીનો બફાટ  

તીરથ સિંહને  ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી બને હજુ તો ગણતરીના દિવસો  જ થયા છે. અને તેમણે પોતાનું જ્ઞાન નું પ્રદર્શન ચાલુ કરી દીધું છે. હાલ માં જ ઉતરાખંડની ધુરા સાંભળ્યા બાદ  રાજ્યના મુખ્યમંત્રીએ પોતાના નિવેદનથી બફાટ શરુ કરી દીધો છે. પહેલા ફાટેલી જીન્સ અને હવે રાવતે કહ્યું છે કે અમેરિકાએ આપણા દેશ પર 200 વર્ષ રાજ કર્યું છે.

  • ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવતનો ફરીથી બફાટ
  • પહેલા ફાટેલી જીન્સ પર આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન
  • હવે કહ્યું અમેરિકાએ કર્યું ભારત પર 200 વર્ષ રાજ

ભારતના ઇતિહાસને બદલનારા આ બાઇ બીજા કોઇ નહીં, પરંતુ ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત છે. તીરથ સિંહ રાવત રવિવારે એક કાર્યક્રમમાં કોરોના સંકટ પર ભારતની સરખામણી અન્ય દેશો સાથે કરી રહ્યા હતા ત્યારે જ આ વિવાદિત નિવેદન આપ્યું હતું.  પીએમ મોદીની વાહવાહી કરવામાં મુખ્યમંત્રીએ ભારતનો ઇતિહાસ જ બદલી નાખ્યો

  • પહેલા ફાટેલી જીન્સ પર આપ્યું હતું નિવેદન
  • ફાટેલી જીન્સ જોઇને હેરાન થઇએ છીએ
  • ફાટેલી જીન્સથી સમાજમાં શું જશે સંદેશ ?

મુખ્યમંત્રીની રાજગાદી સંભાળતાની સાથે જ તીરથ સિંહ રાવતે ફાટેલી જીન્સ પર નિવેદન આપ્યું હતું.  જેને લઇને સમગ્ર દેશમાં તેમની ટીકા થઇ હતી અને હવે ફરીથી તેમણે ભારતના ઇતિહાસને બદલી કાઢ્યો છે. ફાટેલી જીન્સમાં પણ મહિલાઓના વિરોધ બાદ તીરથ સિંહે નિવેદન પાછું ખેંચ્યું હતું.