Not Set/ જગત જમાદારના સ્વાગતની જોરદાર તૈયારી, અમેરિકી સિક્રેટ સર્વિસ એજન્ટો પહોંચ્યા મોટેરા સ્ટેડિયમ 

અમેરિકન રાષ્ટ્રપતિ આવશે અમદાવાદ ટ્રમ્પની મુલાકાતને લઈ સુરક્ષા તૈયારી અમેરિકી સિક્રેટ સર્વિસ એજન્ટો પણ આવશે અમદાવાદ એરપોર્ટ એરસ્પેસને કરાવશે ખાલી ટ્રમ્પ સાથે પ્રમુખના જેટ સહિત 6 વિમાનો આવશે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીની મોટેરા સ્ટેડિયમની મુલાકાતને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.  તૈયારીઓનું નીરિક્ષણ કરવા અમદાવાદ શહેરના મેયર બીજલબેન પટેલ અધિકારીઓ સહિત પહોંચ્યા […]

Ahmedabad Gujarat
cm 6 જગત જમાદારના સ્વાગતની જોરદાર તૈયારી, અમેરિકી સિક્રેટ સર્વિસ એજન્ટો પહોંચ્યા મોટેરા સ્ટેડિયમ 
  • અમેરિકન રાષ્ટ્રપતિ આવશે અમદાવાદ
  • ટ્રમ્પની મુલાકાતને લઈ સુરક્ષા તૈયારી
  • અમેરિકી સિક્રેટ સર્વિસ એજન્ટો પણ આવશે
  • અમદાવાદ એરપોર્ટ એરસ્પેસને કરાવશે ખાલી
  • ટ્રમ્પ સાથે પ્રમુખના જેટ સહિત 6 વિમાનો આવશે

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીની મોટેરા સ્ટેડિયમની મુલાકાતને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.  તૈયારીઓનું નીરિક્ષણ કરવા અમદાવાદ શહેરના મેયર બીજલબેન પટેલ અધિકારીઓ સહિત પહોંચ્યા હતા.

બહારના જિલ્લામાંથી પણ ડોગ સકોર્ડ ની ટિમ બોલવામાં આવી

પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ પણ સ્ટેડિયમ ની મુલાકાત લીધી

અમેરિકન સિક્રેટ સર્વિસ ના અધિકારીઓ ગુપ્ત રીતે ટ્રમ્પ ના રૂટનું કરી રહ્યા છે સ્કેનિંગ

૨૪મીએ બપોરે ૪ વાગ્યે મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન

યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તથા તેમના ધર્મ પત્ની મેલેનિયા આગામી  તા.૨૪ અને ૨૫મી ફેબ્રુઆરીના રોજ ભારત આવી રહ્યા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૪મી ફેબ્રુઆરીએ બપોરે ચાર વાગ્યે મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે. આ બંને મહાનુભાવોની અમદાવાદ મુલાકાતને લઈ તંત્ર તડામાર તૈયારીમાં જોતરાઈ ગયું છે. ટ્રમ્પની મુલાકાતને પગલે અમેરિકાની ટોચની એજન્સી યુએસ સિક્રેટ સર્વિસની ટીમ અમદાવાદમાં આવી પહોંચવાની છે, જેમાં મોટેરા સ્ટેડિયમની સુરક્ષા સંદર્ભે ઝીણવટભરી સમીક્ષા કરશે.

ટ્રમ્પ વસ્ત્રાપુરની હોટેલ હયાતમાં રોકાશે

વસ્ત્રાપુરની હોટેલ હયાત અને આશ્રમ રોડની હયાત રિજન્સીમાં તા. ૨૨ થી તા. ૨૬ દરમિયાન તમામ બુકિંગ બંધ કરવામાં આવ્યા છે. ઓનલાઈન કે ફોન પર પણ કોઈ  બુકિંગ લેવાતા નથી. બહારની કોઈપણ વ્યક્તિ માટે બંને હોટેલમાં એક પણ રૂમ ઉપલબ્ધ નથી. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અમદાવાદના પ્રવાસ દરમિયાન વસ્ત્રાપુરની હોટેલ હયાતમાં રોકાણ કરશે. જ્યારે તેમનો સ્ટાફ આશ્રમ રોડની હયાતમાં રહેશે. અગાઉ ચીનના પ્રમુખે પણ આ હોટેલમાં રોકાણ કર્યું હતું.

કયો રૂટ અપનાવો એ છેલ્લી ઘડીએ નક્કી થશે

શહેર પોલીસ સહિતની એજન્સીઓ રસ્તાના અને હવાઇ માર્ગે એમ એ, બી, સી ત્રણ બંદોબસ્તની સ્કિમ બનાવશે. આ ત્રણે સ્કીમમાંથી ક્યા રસ્તે જવું તે છેલ્લા સમય સુધી ગુપ્ત રાખવામાં આવે છે અને તેમાં પણ પ્રેસિડેન્ટની સિક્યુરિટી માટે જવાબદાર સિક્રેટ સર્વિસિઝ આ અંગે છેલ્લી ઘડીએ ફાઈનલ કરશે. સિક્રેટ સર્વિસિઝની એક ટીમ અગાઉથી આવી આમ આની સઘળી વિગતોની આગોતરી ચકાસણી કરશે. તમામ સ્કીમ અંગે શહેર પોલીસ અને એજન્સીઓએ તૈયારી રાખવાની રહેશે. ટ્રમ્પ આવશે તે દિવસે તમામ ફ્લાઇટો પણ ડાઇવર્ટ કરવામાં આવશે. ટ્રમ્પ અમદાવાદ આવ્યાના ગણતરીના સમયમાં જ કયા રસ્તે સ્ટેડિયમ જશે તે નિર્ણય યુએસ માર્શલના ચીફ લેશે.

૩ કિલો મીટર સુધીના વિસ્તારમાં રહેતા લોકોની યાદી તૈયાર કરવામાં આવી રહી

અમેરિકાના પ્રમુખ આવતા હોવાથી લાખો લોકો અમદાવાદમાં આવવાના છે. તેની તૈયારીના ભાગ રૂપે એરપોર્ટ, ગાંધી આશ્રમ અને સ્ટેડિયમ આસપાસના ૩ કિલો મીટર સુધીના વિસ્તારમાં જેટલા લોકો રહે છે તેમની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. રોજ ૫૦૦થી વધુ લોકોને નોટીસ આપી તેમની વિગતો ભેગી કરવામાં આવી રહી છે. તેમના ડેટા અમેરિકાની એજન્સીઓ પણ સાથે રાખશે. ઘરમાં કેટલા લોકો છે અને શુ કામ ધંધો કરે છે સહિત તમામ માહિતીની યાદી તૈયાર થઇ રહી છે. જે ભાડે રહે છે તેના ભાડા કરાર ન કર્યા હોય તો તેના વિરુદ્ધમાં ગુના નોધવા અથવા તો તેમને કરાર કરાવવાની તૈયારી થઇ રહી છે.

ડીજી ઓફિસમાં મિટિંગ, યુએસ એમ્બેસીના અધિકારી પણ હાજર

અમેરિકાના પ્રમુખ આવે તે પહેલા રાજ્યના ડીજીપીએ અમદાવાદ શહેર, આઇબી સહિતની એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓની મીટીગ લીધી હતી. જેમાં ટ્રમ્પના આગમન અંગે ચર્ચા અને સિક્યુરિટી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ મીટીંગમાં યુએસ એમ્બેશીના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. જોકે સ્ટેડિયમ પર રોજ બરોજ યુએસ એમ્બેશીના અધિકારીઓ સતત હાજર રહી તમામ કામગીરી પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે.

સાબરમતીનાં મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પ-મોદીનાં કાર્યક્રમમાં બહારગામથી આવનારા લોકો સમયસર પહોંચે તેને માટે ગાંધીનગરમાં ખાસ કંટ્રોલ રૂમ ઊભો કરાઈ રહ્યો છે. કંટ્રોલ રૂમમાંથી જ અધિકારીઓ વિવિધ જિલ્લામાંથી આવનારી બસોનું ટ્રેકિંગ કરશે.કુલ ૨૦૦૦ જેટલી બસો આવવાની છે.દરેક બસમાં એક પ્રતિનિધિ હશે. કંટ્રોલ રૂમ આવી તમામ બસોના ડ્રાઈવરો અને પ્રતિનિધિઓ સાથે સતત સંપર્કમાં રહેશે.જેને લઈને કંટ્રોલ રુમમાંથી જ જાણી શકાશે કે કઈ બસ ક્યાં પહોંચી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.