Not Set/ આતંકવાદ સામે લડવા માટે થશે ઉંદરોનો ઉપયોગ

લંડન હાલ વિશ્વભરના અનેક દેશો માટે જો કોઈ મોટી સમસ્યા છે તો એ આતંકવાદ જ છે. આતંકવાદને જળમૂડથી ઉખાડી ફેંકવા માટે ભારત, રશિયા, અમેરિકા, બ્રિટેન, ફ્રાંસ સહિતના કેટલાક દેશો દ્વારા આધુનિક હથિયારોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આતંક વિરુદ્ધના યુદ્ધમાં લડવા માટે કેટલાક દેશોએ ખાસ ડ્રોન તથા રોબોટ પણ તૈયાર કર્યા છે. ત્યારે હવે આતંકવાદ વિરુદ્ધ લડવા માટે હવે […]

Top Stories World Trending
vs hospital 4 આતંકવાદ સામે લડવા માટે થશે ઉંદરોનો ઉપયોગ

લંડન

હાલ વિશ્વભરના અનેક દેશો માટે જો કોઈ મોટી સમસ્યા છે તો એ આતંકવાદ જ છે. આતંકવાદને જળમૂડથી ઉખાડી ફેંકવા માટે ભારત, રશિયા, અમેરિકા, બ્રિટેન, ફ્રાંસ સહિતના કેટલાક દેશો દ્વારા આધુનિક હથિયારોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આતંક વિરુદ્ધના યુદ્ધમાં લડવા માટે કેટલાક દેશોએ ખાસ ડ્રોન તથા રોબોટ પણ તૈયાર કર્યા છે. ત્યારે હવે આતંકવાદ વિરુદ્ધ લડવા માટે હવે ઉંદર પણ સુરક્ષાકર્મીઓની મદદ કરતા જોવા મળશે.

યુધ્ધ સમયે ટેકનોલોજીની સાથે ઉંદરોનો ઉપયોગ બોંબ, વિસ્ફોટક સુરંગ અને મુસિબતમાં ફસાયેલા લોકોની શોધખોળ માટે કરવામાં આવશે. જેના માટે ઉંદરોને ખાસ તાલીમ આપવામાં આવશે.

લેબોરેટરી ઓફ ઓલ્ફેક્ટરી પરસેપ્શન (એલઓપી)ના રશિયન વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર, સાઈબોર્ગ ઉંદરોનો હવે ડોગ સ્ક્વોડ (ખોજી કુતરા)ની જગ્યાએ ઉપયોગ કરવામાં આવશે. ગંધને સુંઘીને  ઓળખનારી પોતાની અદ્‌ભૂત ક્ષમતાના માધ્યમથી આ ઉંદરો શોધખોળ અભિયાનોમાં કુતરાની જગ્યા લેવા માટે સક્ષમ છે. આ કુતરા ચાની અલગ-અલગ પ્રકારની પત્તિઓને પણ ઓળખી શકે છે. સાયબોર્ગ એવા કાલ્પનિક મશીની પ્રાણી છે, જેમનું અડધુ અંગ જૈવિક અને અડધુ અંગ મશીનનું બનેલું હોય છે.

એલઓપીના મુખ્ય વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર, કુતરાઓથી અલગ આ ઉંદરો નાના છેદ (તિરાડ)ના માધ્યમથી દુશ્મનો (આતંકવાદીઓ)ના અડ્ડાઓ સુધી પહોંચી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ઈલેક્ટ્રોડના માધ્યમથી ઉંદરોના મસ્તકની ગતિવિધીઓ ઉપર ખાસ નજર રાખવામાં આવી રહી છે. જેથી તપાસ પ્રક્રિયા દરમિયાન વધુ સચોટ નિર્ણય લેવામાં મદદ મળી શકે. આફ્રિકાના કેટલાક વિસ્તારમાં ઉંદરોનો ઉપયોગ ભૂમિ ખાણની શોધ માટે કરવામાં આવે છે. જાકે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ ઉંદરોનો ઉપયોગ યુદ્ધના મેદાનમાં ઉતારવા માટે કરવામાં હજુ વર્ષો લાગી શકે છે.