Ashes series/ ઓગસ્ટ 2019 પછી ઉસ્માન ખ્વાજાએ ફટકારી ધમાકેદાર સદી, પત્ની અને પુત્રીનું રિએક્શન થયુ વાયરલ

ઉસ્માન ખ્વાજાએ ઓગસ્ટ 2019 પછી પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી અને એવી ઇનિંગ રમી જે વર્ષો સુધી યાદ રહેશે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી એશિઝ સીરીઝની ચોથી ટેસ્ટ મેચનાં બીજા દિવસે ખ્વાજાએ 137 રનની યાદગાર ઇનિંગ રમી હતી.

Sports
ઉસ્માન ખ્વાઝા

ઉસ્માન ખ્વાજાએ ઓગસ્ટ 2019 પછી પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી અને એવી ઇનિંગ રમી જે વર્ષો સુધી યાદ રહેશે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી એશિઝ સીરીઝની ચોથી ટેસ્ટ મેચનાં બીજા દિવસે ખ્વાજાએ 137 રનની યાદગાર ઇનિંગ રમી હતી.

આ પણ વાંચો – ICC Women’s WC / ICC મહિલા વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડીઓનો હશે અંતિમ વર્લ્ડકપ

આપને જણાવી દઇએ કે, ટ્રેવિસ હેડ કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું અને તેની જગ્યાએ ખ્વાજાને ટીમમાં જગ્યા મળી હતી અને તેણે પણ આ તકનો ફાયદો ઉઠાવ્યો હતો. ખ્વાજાની આ સદી તેમની પત્ની અને પુત્રી માટે પણ ઘણી ખાસ હતી અને આ જ કારણથી તેની ઉજવણી પણ ખાસ હતી. ઓસ્ટ્રેલિયાનાં બેટ્સમેન ઉસ્માન ખ્વાજાએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી એશીઝ સીરીઝની ચોથી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં સદી ફટકારીને શાનદાર વાપસી કરી હતી. આપને જણાવી દઈએ કે, ખ્વાજા અઢી વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ મેચ રમી રહ્યો છે. ઓગસ્ટ 2019માં લીડ્સમાં ઈંગ્લેન્ડ સામેની મેચ બાદ આ તેની પ્રથમ ટેસ્ટ છે. ખ્વાજાને ટ્રેવિસ હેડની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી છે, જે કોરોનાને કારણે બહાર થઈ ગયો હતો.

ઇનિંગ્સની 92મી ઓવરમાં, સ્ટુઅર્ટ બ્રોડે શોર્ટ ડિલિવરી ફેંકી, જેના પર ખ્વાજાએ મિડ-વિકેટ તરફ શાનદાર પુલ શોટ રમ્યો જે બાઉન્ડ્રીની પાર પહોંચી ગયો હતો. ખ્વાજાનો આ શોટ એટલો જબરદસ્ત હતો કે કોઈ ફિલ્ડર તેને રોકવા દોડી પણ ન શક્યો. બોલ 5 સેકન્ડમાં બાઉન્ડ્રી પાર કરી ગયો. સિડનીનાં મેદાન પર ઈંગ્લેન્ડ સામે 45મી અને બીજી ટેસ્ટ મેચ રમી રહેલા ખ્વાજાની આ નવમી સદી છે. આ સિવાય તેના નામે 15 અડધી સદી પણ છે. ખ્વાજા જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 3 વિકેટે 117 રન હતો. ત્યારબાદ તેણે સ્ટીવ સ્મિથ (67) સાથે ઇંનિંગ સંભાળી અને ચોથી વિકેટ માટે 115 રન જોડ્યા. ઓસ્ટ્રેલિયા તરફથી પ્રથમ ઇનિંગમાં ખ્વાજાએ સૌથી વધુ રન બનાવ્યા છે.