Not Set/ ઉત્તર પ્રદેશ/ ભાજપનાં સાંસદે પોતાની જ સરકારની ખોલી પોલ, કાયદો-વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ

ભાજપના સાંસદ કૌશલ કિશોરે યુપી પોલીસ અને તેમની પોતાની સરકારની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, યુપીમાં ગુનેગારોને કોઇ ડર રહ્યો નથી. ડીજીપી ઓપી સિંહને ટેગ કરતા ટ્વીટ કર્યુ કે, પોલીસનાં નકારાત્મક વલણનાં કારણે લખનઉમાં ગુનેગારો નિરંકુશ બની ગયા છે. હત્યા અને લૂટ સતત કાર્યરત છે. કૌશલ કિશોરે જણાવ્યું હતું કે, ગુનેગારોનાં બેકાબૂ […]

Top Stories India
BJP MP Kaushal Kishore ઉત્તર પ્રદેશ/ ભાજપનાં સાંસદે પોતાની જ સરકારની ખોલી પોલ, કાયદો-વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ

ભાજપના સાંસદ કૌશલ કિશોરે યુપી પોલીસ અને તેમની પોતાની સરકારની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, યુપીમાં ગુનેગારોને કોઇ ડર રહ્યો નથી. ડીજીપી ઓપી સિંહને ટેગ કરતા ટ્વીટ કર્યુ કે, પોલીસનાં નકારાત્મક વલણનાં કારણે લખનઉમાં ગુનેગારો નિરંકુશ બની ગયા છે. હત્યા અને લૂટ સતત કાર્યરત છે.

કૌશલ કિશોરે જણાવ્યું હતું કે, ગુનેગારોનાં બેકાબૂ હોવાને કારણે અમારી પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે. મેં ટોપ સુધી ફરિયાદ કરી છે, પરંતુ સાંભળનાર કોઈ જ નથી. અમારી સરકાર કાર્યવાહીની વાત કરે છે, પરંતુ કાર્યવાહી થઈ રહી નથી. મેં મુખ્યમંત્રી સાથે અનેક વખત આ વિશે વાત પણ કરી છે. તેમણે ખાતરી આપી, પણ કશું થયું નહીં.

તેમણે કહ્યું કે, લોકો મેડિકલ પર જાય છે, ગોળી ચલાવવામાં આવે છે. આ પ્રકારનાં ઘણા કેસો મારી સમક્ષ આવી ચૂક્યા છે, જ્યારે મેં પોલીસમાં જાતે ફરિયાદ કરી છે, પરંતુ હજી સુધી સુનાવણી થઈ નથી. કેટલીક જમીન પર કબજો લેવામાં આવી રહ્યો છે, પ્રોપર્ટી ડીલર કોઇનાં પૈસા લઈ રહ્યા છે પરંતુ સુનાવણી થઇ રહી નથી. પોલીસ જવાનો ફરજ છોડીને વસૂલીમાં લાગી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.