UP/ શિક્ષકે ક્લાસરૂમમાં વિદ્યાર્થીને અવાજ કરવાની ના પાડી, તો વિદ્યાર્થી ગુસ્સે થઇ મારી દીધી ગોળી

ગાઝિયાબાદના મુરાદનગર વિસ્તારના ગુરુ-શિષ્યના સંબંધોને શર્મશાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક વિદ્યાર્થીએ તેની શિક્ષકને રસ્તા પર રોકી ગોળી મારી દીધી હતી. હકીકતમાં મામલો શનિવારનો છે,

India
A 98 શિક્ષકે ક્લાસરૂમમાં વિદ્યાર્થીને અવાજ કરવાની ના પાડી, તો વિદ્યાર્થી ગુસ્સે થઇ મારી દીધી ગોળી

ગાઝિયાબાદના મુરાદનગર વિસ્તારના ગુરુ-શિષ્યના સંબંધોને શર્મશાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક વિદ્યાર્થીએ તેની શિક્ષકને રસ્તા પર રોકી ગોળી મારી દીધી હતી. હકીકતમાં મામલો શનિવારનો છે, મુરાદનગરની એક શાળામાં ભણાતા સચિન ત્યાગીએ ધોરણ 12 ના વિદ્યાર્થીને ક્લાસ રૂમમાં અવાજ કરવા ના પડી હતી અને વિદ્યાર્થીને તેનું ખરાબ લાગ્યું હતું કે તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો.

આ પણ વાંચો : 22 પ્રતિભાશાળી મહિલાઓનું વિમેન્સ ડે ની પૂર્વ સંધ્યાએ મંતવ્ય ન્યૂઝ તરફથી સન્માન

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, શિક્ષક દ્વારા ટોકવામાં આવ્યા બાદ ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીએ થોડા સમય પછી માથાનો દુખાવો કરવાના બહાને શાળાથી નીકળી ગયો હતો. તેના અન્ય ત્રણ સાથીઓ સાથે, રસ્તામાં શિક્ષક સચિન ત્યાગીની રાહ જોતા હતા.

આ પણ વાંચો : ગિરિરાજ સિંહનાં નિવેદન પર કોંગ્રેસ નેતા પીએલ પુનીયાએ જાણો શું આપી પ્રતિક્રિયા?

સ્કૂલથી નીકયા બાદ સચિન બાઇકથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે આ વિદ્યાર્થીએ તેને રસ્તામાં અટકાવ્યો હતો અને ત્યારબાદ તેના પર ફાયરિંગ કર્યું હતું, ત્યારબાદ તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. શિક્ષક સચિન ત્યાગીની છાતીને સ્પર્શ કર્યા બાદ ગોળી બહાર આવી. પીડિતાએ આ કેસની ફરિયાદ પોલીસને કરી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસ તમામ આરોપીઓને શોધી રહી છે.