Chamoli/ ઉતરાખંડ ગ્લેશિયર તબાહી, ટ્રેકિંગમાં ગયેલા ગુજરાતના આ શહેરના 50થી વધુ પ્રવાસીઓ સંપર્ક વિહોણા

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં બરફનું ગ્લેશિયર ફાટવાથી મોટી તબાહી મચી ગઈ છે. તેમજ જોશીમઠમાં ગ્લેશિયર તૂટવાથી ધૌલી ગંગા નદીમાં પૂરની સ્થિતિ ઉપસ્થિત થઈ છે.પાણીનો પ્રવાહ એટલો

Top Stories
1

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં બરફનું ગ્લેશિયર ફાટવાથી મોટી તબાહી મચી ગઈ છે. તેમજ જોશીમઠમાં ગ્લેશિયર તૂટવાથી ધૌલી ગંગા નદીમાં પૂરની સ્થિતિ ઉપસ્થિત થઈ છે.પાણીનો પ્રવાહ એટલો ઝડપથી આગળ વધી રહ્યો છે કે આસપાસના વિસ્તારોમાં પૂરનું પાણી ફેલાઈ રહ્યું છે જેથી આસપાસના લોકોને બહાર કાઢવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રોજેકટથી ઋષિ ગંગા પ્રોજેક્ટને મોટું નુકસાન થયું છે. આ તબાહીના પગલે પ્રોજેક્ટ પર કામ કરી રહેલા 150થી વધારે લોકો હાલ ગાયબ છે. તેમજ 50થી વધારે ગુજરાતના રાજકોટના પ્રવાસીઓ હરિદ્વારમાં છે. જેઓ સલામત છે પરંતુ સંપર્ક વિહોણા થઈ ગયા છે.

Political / કોંગ્રેસ-પાસ વચ્ચે વધુ ગુંચવાયું કોકડું, અલ્પેશ કથીરિયાએ કહ્યું,- આગામી સમયમાં….

Image result for image of chamoli glacier

મૈસુરી ટ્રેકિંગમાં ગયેલા ગુજરાતના પ્રવાસીઓ સંપર્ક વિહોણાં થયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.શ્રીનગર, ઋશીકેશ, અને હરદ્વારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.હાલમાં ITBP,NDRF અને SDRGની અનેક ટીમો ઘટનાસ્થળ પર પહોંચી અને બચાવ રાહત કામગીરી કરવા લાગી ગઈ છે.ઉત્તરાખંડના મુખ્યમંત્રી દેવેન્દ્ર સિંહ રાવત પણ ઘટના સ્થળે પહોંચવા માટે રવાના થઇ ચુક્યા છે પરંતુ ડેમ તુટવાના મામલામાં ગુજરાતીઓ પણ ચિંતામાં મુકાયા છે.કારણ કે આ સિઝનમાં અનેક ગુજરાતીઓ હરિદ્વાર ફરવા જતા હોય છે, ત્યારે હાલ રાજકોટના 50થી વધુ પ્રવાસીઓ ત્યાં ફસાયા છે. જોકે હાલ તમામ પ્રવાસીઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.રાજકોટના ક્રિષ્ના ગોયલ બે દિવસ પહેલા રાજકોટ થી હરિદ્વાર ગયા છે તેઓ પણ હાલ સુરક્ષિત છે મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ સુરક્ષિત છે અને મજૂરી ટ્રેકિંગમાં ગયેલા પ્રવાસીઓમાં હજી સુધી કોઈનો સંપર્ક થયો નથી.

Chamoli / ચમોલીમાં ગ્લેશિયર તૂટવાથી ઉત્તરપ્રદેશમાં હાઈ એલર્ટ જાહેર, શું કહ્યું CM યોગી આદિત્યનાથે

Image result for image of chamoli glacier

Chamoli / ઉત્તરાખંડ દુર્ઘટના બાદ PM મોદી-અમિત શાહે CM રાવતને કર્યો ફોન, જાણો શું થઇ વાતચીત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…