રસીકરણ/ સુરેન્દ્રનગર જિલ્લામાં 15થી 18 વર્ષના બાળકો માટે સોમવારથી રસીકરણ અભિયાનનો પ્રારંભ : તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

સુરેન્દ્રનગર જિલ્લાના 15થી 18 વર્ષના 40,000થી વધુ બાળકોને કોરોના વાયરસથી બચાવવા માટે 3 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવનાર છે

Top Stories Gujarat
2 1 25 સુરેન્દ્રનગર જિલ્લામાં 15થી 18 વર્ષના બાળકો માટે સોમવારથી રસીકરણ અભિયાનનો પ્રારંભ : તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

સુરેન્દ્રનગર જિલ્લાના 15થી 18 વર્ષના 40,000થી વધુ બાળકોને કોરોના વાયરસથી બચાવવા માટે 3 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવનાર છે. જેની જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા 15 થી 18 વર્ષના બાળકોને કોરોના સામે રસીકરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે અને 5 જાન્યુઆરીથી બાળકોનું રસીકરણ અભિયાન શરૂ થઈ રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકોને રસીકરણનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. અને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આખરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના 40,000 જેટલા બાળકોને રસી અપાશે.

જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ચંદ્રમણિ કુમારની આગેવાની હેઠળ આરોગ્ય તંત્ર બાળકોને રસીકરણ શરૂ કરશે. આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, બાળકોને રસીકરણ માટે 100 ટીમો તૈનાત કરવામાં આવશે. 8 કર્મચારીઓની ટીમમાં કુલ 200 કર્મચારીઓ કામગીરીમાં જોડાશે.હાલમાં જિલ્લાની શાળા સંચાલકો સાથે વાતચીત ચાલી રહી છે. શાળાઓમાં રસીકરણ શરૂ કરવાની યોજના બનાવવામાં આવશે કે જ્યાં રસીકરણ કરી શકાય. બાળકોને ત્રણ સ્તરે રસી આપવામાં આવશે. જેના માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 1 જાન્યુઆરીથી શરૂ થવાની છે.સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 18 વર્ષથી વધુ વયના લોકોને રસીકરણની ચાલી રહેલી કામગીરીમાં 210,000 થી વધુ ડોઝ રસીકરણ કરવામાં આવ્યા છે.

15 થી 18 વર્ષના બાળકોનું રજીસ્ટ્રેશન 1 જાન્યુઆરીથી કરવામાં આવશે

સુરેન્દ્રનગર જિલ્લામાં 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષની વયના બાળકોને કોરોનાની રસી આપવાની કામગીરી શરૂ થઈ રહી છે. ઓપરેશનમાં 100 ટીમો જોડાશે. દરેક ટીમમાં ચાર સ્ટાફ મેમ્બર હશે. રસીકરણની કામગીરી આપવામાં આવશે. નજીકના આરોગ્ય કેન્દ્રમાં શાળા બહારના બાળકોને રસી આપવાની યોજના છે.

આચાર્ય સંઘના અધિવેશનમાં આપેલ રસીકરણ પ્રક્રિયા વિશે માહિતી

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચંદ્રમણિકુમારે સુરેન્દ્રનગર જિલ્લા આચાર્ય સંઘના અધિવેશનમાં શાળાઓના આચાર્યો અને શિક્ષકોને જણાવ્યું હતું કે, 5 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકોને રસીકરણ માટે આરોગ્ય તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કોરોના/ઓમીક્રોનની સંભવિત ત્રીજી લહેરને અટકાવવાના અગમચેતીના ભાગ રૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા કોરોના વેકસિન અભિયાન પુરજોશ ચાલી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વિવિધ કેન્દ્રો ઉપર અંદાજે 12,00000 લોકોને રસી લઈ ચુક્યા છે.અને 2000 લોકો માત્ર બીજો ડોઝ બાકી હોવાની તેમજ તંત્ર દ્વારા વધુમાં વધુ લોકોને વેક્સિન સરળતાથી મળી રહે તે માટે હર ઘર દસ્તક જેવા આયોજનો અંતર્ગત ઘરે-ઘરે ગામડે-ગામડે જઇ તમામ શક્ય પ્રયાસો મેડિકલ સહિત ટીમ દ્વારા હાથ ધરાઈ રહ્યા છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પણ જ્યાં જ્યાં વેક્સિનેશન બાકી હોય ત્યા પણ તંત્ર દ્વારા કેમ્પના આયોજનો કરી ને વધુમાં વધુ લોકોને રસી અપાઇ રહી છે.

તેમજ સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા પણ જિલ્લાના લોકોને સોસીયલ ડિસ્ટન્સ જાળવવા ,સેનેટાઇઝરનો ઉપયોગ કરવા અને વારંવાર હાથ ધોવા સહિત એસ.ઓ.પી.નું અને સરકારની ગાઈડ લાઈનનું ચુસ્ત પણે પાલન કરવા અને કોરોનાની રસી લેવા માટે અને આગામી રસીકરણમાં બાળકોને રસી લેવડાવવા સહિત અપીલ પણ કરવામાં આવી હતી.હાલમાં સુરેન્દ્રનગર શહેરમાં પણ ધીમે ધીમે ઓમિક્રોનના કેશો ધ્યાન ઉપર આવવા લાગ્યા છે. ત્યારે સરકારમાં થોડીક ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકોને જાગૃત થવા માટે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા અપીલ કરી અને દરેક મનુષ્યએ પોતાના શરીરનું પોતાએ જાતે ધ્યાન રાખવું જરૂરી બન્યું છે ત્યારે કોરોના થી બચવા માટે સરકારના નિયમોનું પાલન કરવા માટે જણાવવામાં આવ્યું છે.