Not Set/ રસીકરણ ઓછુ છે એટલે સાવધાની રાખવાની જરૂર છેઃ ડો.રણદીપ ગુલેરીયા

ભારતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાની આફત વધી રહી છે. તેને લઇને એમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરીયાનું કહેવુ છે કે ભલે વેક્સિન એક હથિયાર છે. પણ હજુ તે ત્યારે વધારે અસરકારક થશે જ્યારે વધારેમાં વધારે લોકોને રસી અપાશે. હાલમાં રસીકરણના આંકડા ઓછા છે એટલે વધારે સાવચેતી રાખવાની જરૂર છે. રણદીપ ગુલેરીયાએ કહ્યુ કે કેટલાય લોકોએ એવું […]

Top Stories India
dr randip guleriya રસીકરણ ઓછુ છે એટલે સાવધાની રાખવાની જરૂર છેઃ ડો.રણદીપ ગુલેરીયા

ભારતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાની આફત વધી રહી છે. તેને લઇને એમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરીયાનું કહેવુ છે કે ભલે વેક્સિન એક હથિયાર છે. પણ હજુ તે ત્યારે વધારે અસરકારક થશે જ્યારે વધારેમાં વધારે લોકોને રસી અપાશે. હાલમાં રસીકરણના આંકડા ઓછા છે એટલે વધારે સાવચેતી રાખવાની જરૂર છે.

રણદીપ ગુલેરીયાએ કહ્યુ કે કેટલાય લોકોએ એવું વિચારવાનું શરૂ કરી દીધુ છે કે કોરોના સમાપ્ત થઇ ગયો છે. અને આપણે માસ્ક પહેરવાની જરૂર નથી. પણ એવું નથી. હજુ આપણે કોરોના પ્રોટોકોલ પર અમલ કરવાની જરૂર છે.

કેટલાય સ્થળો પર એવુ જોવા મળ્યુ છે કે લોકોની ભીડ એકઠી થઇ રહી છે. આવી સ્થિતીમાં કોઇ એક વ્યક્તિને કોરોના હોય તો તે ઘણા લોકોને અસર કરી શકે છે. તેનાથી કોરોનાના કેસો એકદમ વધી શકે છે. આપણે જોઇ રહ્યા છીએ કે ઘણા રાજયોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે.

રણદીપ ગુલેરીયા કહે છે કે આપણે એ સમજવુ જોઇએ કે વેક્સિન એક હથિયાર છે. જે અસરકારક રહેશે. પણ તે ત્યારે અસરકારક હશે કે જ્યારે મોટાભાગના લોકોને રસી અપાઇ જાય. પણ આપણે હજુ ત્યાં સુધી પહોચ્યા નથી. જ્યાં સુધી રસીકરણના આંકડાઓ મોટા ન થઇ જાય ત્યાં સુધી આપણે સાવધાની રાખવી ખુબ જ જરૂરી છે. તેની સાથે આઇસોલેશનને લઇને આપણી જે પોલિસી હતી તેનું પણ પાલન કરવું ખુબ જ જરૂરી છે.

૨૪ કલાકમાં ૧૮૮ લોકોના મોત

તમને જણાવી દઇએ કે બુધવારે ભારતમાં કુલ 28903 કોરોનાના નવા કેસો સામે આવ્યા છે. જ્યારે 24 કલાકમાં 188 લોકોના મોત થયા છે. ભારતમાં હાલમાં 2.34 એક્ટિવ કેસો છે. જ્યારે કુલ મોતની સંખ્યા 1.59 લાખ પર પહોચી ગઇ છે. મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાતના કેટલાક શહેરો અને મધ્યપ્રદેશમાં નાઇટ કર્ફયું પણ લગાવી દેવામાં આવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ