Not Set/ રાજ્યના આ જિલ્લાના વાસીઓ માટે રસીકરણના નિયમો બન્યા કડક, વાંચો સમગ્ર અહેવાલ

રાજ્યમાં કોરોના વાઈરસના જોખમને ધ્યાનમાં રાખીને કેટલીક મહત્વની સૂચના બહાર પાડી છે. જેનું પાલન હવે ખેડા જિલ્લામાં પણ હાથ ધરાશે.   રાજ્ય સરકારે જાહેર ધ ગુજરાત એપેડેમિક ડિસીઝ કોવિડ રેગ્યુલેશન-2020ના આધારે ખેડા જિલ્લામાં જેમને વેક્સિન ન લીધી હોય તેમને કોવિડ નેગેટિવ હોવા બાબતનો 10 દિવસથી વધુ સમયનો રિપોર્ટ અને જેમને વેક્સિન લીધી હોય તેમને આ […]

Gujarat
corona recover રાજ્યના આ જિલ્લાના વાસીઓ માટે રસીકરણના નિયમો બન્યા કડક, વાંચો સમગ્ર અહેવાલ

રાજ્યમાં કોરોના વાઈરસના જોખમને ધ્યાનમાં રાખીને કેટલીક મહત્વની સૂચના બહાર પાડી છે. જેનું પાલન હવે ખેડા જિલ્લામાં પણ હાથ ધરાશે.

 

રાજ્ય સરકારે જાહેર ધ ગુજરાત એપેડેમિક ડિસીઝ કોવિડ રેગ્યુલેશન-2020ના આધારે ખેડા જિલ્લામાં જેમને વેક્સિન ન લીધી હોય તેમને કોવિડ નેગેટિવ હોવા બાબતનો 10 દિવસથી વધુ સમયનો રિપોર્ટ અને જેમને વેક્સિન લીધી હોય તેમને આ બાબતનું પ્રમાણપત્ર ધંધાના સ્થળે ફરજિયાત રાખવું પડશે.

 

શાકભાજી છૂટક, જથ્થાબંધ વિક્રેતા, હૉટેલ, રેસ્ટોરન્ટમાં કામ કરતાં તમામ, ખાણી-પીણી લારી ગલ્લાવાળા રીક્ષા-ટેક્સીવાળા ભાડે ફરતાં વાહનોના ડ્રાઈવર ક્લીનર, પાનના ગલ્લાવાળા, ચાની કીટલીવાળા દુકાન હેરસલુન તથા બ્યુટીપાર્લરમાં કામ કરનાર સહિતના તમામ ધંધાદારીઓએ સ્થળ પર વેક્સિન લીધી હોવાનું પ્રમાણપત્ર સ્થળ પર રાખવું પડશે. જેનો સમયગાળો 21જૂનથી 27 જુલાઈ સુધીનો રહેશે. કોવિડ-19 રસીનો ડૉઝ લીધો હશે તેમને આ નિયમ લાગું પડશે નહીં.

 

આ નિયમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ-51થી 60 તેમજ ઈન્ડિયન પીનલ કોડની કલમ 188 ધી એપેડિક ડીસીસ 1897 અને ધી ગુજરાત એપેડિક ડીસીઝ કોવિડ-19 રેગ્યલેશન 2020ની જોગવાઈઓ હેઠળ શિક્ષાને પાત્ર ગણવામાં આવશે.

 

આ હુકમ અન્વયે જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકથી લઈને હેડકોન્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારી-કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમોને ફરિયાદ કરવાનો અધિકાર અધિકૃત કરવામાં આવ્યો છે. જેથી હવે જિલ્લાના તમામ વેપારીઓએ પોતાની જવાબદારીને લઈને જાગ્રત થવું પડશે અને વેક્સિનનું સર્ટિફિકેટ સાથે રાખવું પડશે. નહીં તો તેમના વિરુદ્ધ દંડાત્મક પગલાં લેવામાં આવશે.