દેશભરમાં કોરોના વેક્સિનનાં આગમનને લઇને ભારે આતુરતા જોવા મળી રહી છે, જ્યારે પ્રધાનમંત્રી મોદીએ નજીકના ભવિષ્ય માટે નિર્દેશિકા દરેક રાજ્યોને અને જિલ્લાઓને મોકલી આપી છે.રાજકોટમાં વેક્સિન આવે તેની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે, સૌપ્રથમ આરોગ્ય કર્મચારીઓને આપવામાં આવશે ત્યારબાદ શું આયોજન છે તે અંગે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે હેલ્થવર્કર્સ બાદ પચાસ વર્ષથી વધુ વયના લોકોની એક યાદી તૈયાર કરવામાં આવી છે.
આ પણ વાંચો : ફેબ્રુઆરીમાં રાજકોટ સહિત આ 6 મહાપાલિકાઓની યોજાશે ચૂંટણી
વધુમાં આરોગ્ય અધિકારી વાંઝા એ જણાવ્યું છે કે શહેરમાં સિવિલ હોસ્પિટલ ,પદ્મ કુવરબા હોસ્પિટલ તેમજ મનપાના આરોગ્ય કેન્દ્ર સહિત કુલ 4455 હેલ્થવર્કર એટલે કે તબીબો અને સ્ટાફને તેમજ 8514 ખાનગી હોસ્પિટલના સ્ટાફને પહેલા વેક્સિન આપવામાં આવશે. આ તમામની યાદી કો-વિન સોફ્ટવેરમાં જનરેટ કરાશે ત્યારબાદ પચાસ વર્ષથી વધુ ઉમરના જે લોકોને તેમને વેક્સિન આપવામાં આવશે.
આ પણ વાંચો :ગોજારો અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકો કમકમાટી ભર્યા મોત, બે ઇજાગ્રસ્ત
મનપાના આરોગ્ય કર્મચારીઓનો પુર્ણ માટે સતત ખડેપગે રહ્યા હતા અને એ દરમિયાન ઘરે ઘરે જઈને કોરોના પોઝિટિવ ઉપરાંત ઉંમરલાયક લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. આ દરમિયાન 50 વર્ષથી વધુ ઉંમરના જે લોકો છે તેમની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. મનપાના સાથે સહયોગ આપનાર તમામ લોકોના ડેટા જનરેટ કરવામાં આવી રહ્યા છે. પરંતુ ઘરે ઘરે જઈ રહેલા આ સર્વેમાં જો કોઈએ વિગતો છુપાવી હોય અને વડીલોની ઉંમર સાચી દર્શાવી નહીં હોય તેવા કેસમાં તેમને રસી પહોંચાડવા માટે મનપા અસમર્થ છે. જેઓનું નામ યાદીમાં હશે તે તમામને રસી મળી રહે તે પ્રકારનું સરકારનું અને મનપાવનું આયોજન છે.
આ પણ વાંચો :ભાજપ સાથે પ્રેમ હોય તો TMC છોડી દો – બળવાખોર નેતાને મમતાજીની ચીમકી
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
