Not Set/ રસી છે રામબાણ ઈલાજ, 6 દિવસ ચાલે એટલો રસીનો જથ્થો

ગુજરાતમાં વેક્સિનેશન વધારવાની સાથે રસીનો જથ્થો પણ જરૂરી હોવાથી ગુજરાત સરકારને કેન્દ્ર પાસેથી વધુ 15 લાખ રસીના ડોઝ મળવાના હોવાનું આરોગ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું

Top Stories
જયરાજ સિંહ પરમાર 1 રસી છે રામબાણ ઈલાજ, 6 દિવસ ચાલે એટલો રસીનો જથ્થો

દેશભરમાં કોરોના વાયરસનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. સાથે જ દેશમાં વેક્સિનેશનની પ્રક્રિયા પર પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં તા.11થી 14 રસી ઉત્સવની અપીલ કરી હતી, જોકે રાજ્યમાં સ્થિતિ એવી છે કે રસીના ડોઝ માત્ર 6 દિવસ ચાલે એટલા જ છે.

જયરાજ સિંહ પરમાર 2 રસી છે રામબાણ ઈલાજ, 6 દિવસ ચાલે એટલો રસીનો જથ્થો

કોરોના થયો બેકાબુ

તો રસીનો જથ્થો છે પુરતો

એક બાજુ કોરોનાના કેસમાં દિવસે ને દિવસે વધારો થતો જોવા મળ્યો છે.  ત્યારે કોરોને કાબુ કરવા માટે વડાપ્રધાને રસી ઉત્સવની દરેક કરવાની દરેક રાજ્યને અપીલ કરી છે.  પરતું  રસીના ડોઝ માત્ર 6 દિવસ ચાલે એટલા જ છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી એગ્રેસિવ વેક્સિનેશન થતું હતું, જેમાં બે દિવસથી ઘટાડો આવ્યો છે. હવે માત્ર 20 લાખ ડોઝ જેટલો જ વેક્સિનનો સ્ટોક છે.

જયરાજ સિંહ પરમાર 3 રસી છે રામબાણ ઈલાજ, 6 દિવસ ચાલે એટલો રસીનો જથ્થો

ગુજરાતમાં રસીકરણના આંકડા જોવામાં આવે તો કેન્દ્ર દ્વારા ગુજરાતને 1,05,19,330 ડોઝ અપાયા હતા, જેમાં 84,65,490 ડોઝનો ઉપયોગ થયો છે અને સરકારના સ્ટોકમાં હાલ 20,53,340 ડોઝ છે. ગુજરાતમાં રોજના 3,49,645 લોકોને વેક્સિન આપવામાં આવે છે. એ જોતાં આ જથ્થો લગભગ 6 દિવસ સુધી ચાલશે.

કેન્દ્ર સરકારે ગુજરાતને આપ્યો 1,05,19,330 રસીનો ડોઝ

 84,65,490 રસીના ડોઝનો થયો ઉપયોગ

 સરકારના સ્ટોકમાં હાલ 20,53,340 ડોઝ

ગુજરાતમાં રોજના 3,49,645 લોકોને અપાય છે રસી

ગુજરાત પાસે 6 દિવસ ચાલે એટલો રસીનો જથ્થો

ગુજરાતમાં વેક્સિનેશન વધારવાની સાથે રસીનો જથ્થો પણ જરૂરી હોવાથી ગુજરાત સરકારને કેન્દ્ર પાસેથી વધુ 15 લાખ રસીના ડોઝ મળવાના હોવાનું આરોગ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું અને આ 15 લાખ ડોઝ બુધવાર સુધીમાં ગુજરાતને મળી જશે, જેથી ગુજરાતમાં વેક્સિનની અછત સર્જાય તેવું નથી.

બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યુઝ