Not Set/ વડોદરા/ ફરી રિસાયા ભાજપ MLA કેતન ઇનામદાર, વાધાણીએ કરાવેલા મનામણાનું થિગડું ફરી ફાટ્યું

વડોદરાનાં સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર એકવાર ફરી પક્ષથી નારાજ થયા હોવાનુ સામે આવી રહ્યુ છે. મળી રહેલી માહિતી અનુસાર કેતન ઇનામદારે તાલુકાની સિંચાઈ અને બંધ પડેલા ડેપો ચાલુ કરવા અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર લખ્યો છે. વડોદરાનાં સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર પક્ષથી એકવાર ફરી નારાજ થયા હોવાની વાત સામે આવી હતી, જેને લઇને હવે તેમણે […]

Top Stories Gujarat Vadodara
Ketan Inamdar વડોદરા/ ફરી રિસાયા ભાજપ MLA કેતન ઇનામદાર, વાધાણીએ કરાવેલા મનામણાનું થિગડું ફરી ફાટ્યું

વડોદરાનાં સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર એકવાર ફરી પક્ષથી નારાજ થયા હોવાનુ સામે આવી રહ્યુ છે. મળી રહેલી માહિતી અનુસાર કેતન ઇનામદારે તાલુકાની સિંચાઈ અને બંધ પડેલા ડેપો ચાલુ કરવા અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર લખ્યો છે.

વડોદરાનાં સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર પક્ષથી એકવાર ફરી નારાજ થયા હોવાની વાત સામે આવી હતી, જેને લઇને હવે તેમણે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ છે કે, સરકાર વિકાસનાં કામો બાબતે ખૂબ જ સંવેદનશીલ છે ત્યારે મારે નારાજગીનું કોઇ કારણ જ નથી. તેમણે ચાલી રહેલી ખબરોનું પણ ખંડન કર્યુ છે અને કહ્યુ છે કે, મને કોઇ નારાજગી નથી મે માત્ર તાલુકાનાં કામોની રજૂઆત કરી હતી, જે રીતે અન્ય ધારાસભ્યો રજૂઆત કરતા હોય છે તેમ મે પણ કરી હતી.

જો કે આ અંગે સુત્રોનું કહેવુ છે કે, કેતન ઇનામદાર કામમાં થઇ રહેલી ઠીલાશથી નારાજ છે. તેઓ સાવલીની જનતા માટે સતત કાર્યો કરવા માંગી રહ્યા છે પરંતુ તેવુ ન થઇ શકતા નારાજગી સામે આવી છે. તેમણે સીએમ રૂપાણીને પત્ર લખ્યો છે જેમા તેમણે ઉલ્લેખ કર્યો છે કે, 2015 થી જે ચેકડેમની માંગણી તેઓ કરી રહ્યા છે તે કામ ક્યારે શરૂ કરાશે. કારણ કે જે કેનાલોનું પાણી છે તે મહી નદીમાં વહી જાય છે ત્યારે જો ચેકડેમ બને તો તે પાણી ખેતી અને સિચાંઇમાં કામમાં આવી શકે. ઉપરાંત 2014માં સાવલીમાં બસ ડેપો શરૂ કરવાની વાત થઇ હતી જેના આજે 6 વર્ષ વીતી ગયા બાદ પણ બસ ડેપોને શરૂ કરવામાં ન આવતા તેમણે વિરોધ દર્શાવ્યો હોવાનુ સામે આવી રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા પોતાના વિસ્તારોનાં કામો નહિ થયા હોવાના કારણે તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતા ગુજરાત ભાજપમાં કડકડતી ઠંડીમાં પણ વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. ત્યારે કેતન ઇનામદારનાં રાજીનામાંથી ભાજપનાં ઉચ્ચ માવોડી મંડળ દ્વારા તેમને મનાવવાના પુરા પ્રયત્નો થયા હતા. તેટલુ જ નહી તે સમયે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ તેમને મનાયા હતા અને ત્યારે સંપૂર્ણ મામલો થાળે પડ્યો હતો. પરંતુ એક વાર ફરી તેઓ રિસાયા હોવાનુ સામે આવતા વાઘાણીએ કરાવેલ મનામણાનું થિગડું ફરી ફાટ્યું હોવાની ચર્ચા જનમુખે સામે આવી રહી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.