Not Set/ આયુષ્યમાન ભારત યોજનાની નકલી વેબસાઇટ,લિંકનો ઉપયોગ કરનાર યુઝરના મહત્વના ડેટાની ચોરી

વડોદરા, આયુષ્યમાન ભારત યોજનાએ કેન્દ્ર સરકારની અત્યંત મહત્વની યોજના છે. આરોગ્યને લગતી તકલીફો સામે આર્થિક મદદ કરવા માટે આ યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે. યોજનાનાં લાભાર્થી યોજનાનો લાભ લઇ શકે એ માટે કેન્દ્ર સરકારે નિયમો પણ નક્કી કરેલા છે પરંતુ આ યોજનાનાં માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવામાં આવતું નથી. તેમ છતાં કેટલાક ભેજાબાજ લોકો દ્વારા આ […]

Top Stories Gujarat Vadodara
mantavya 335 આયુષ્યમાન ભારત યોજનાની નકલી વેબસાઇટ,લિંકનો ઉપયોગ કરનાર યુઝરના મહત્વના ડેટાની ચોરી

વડોદરા,

આયુષ્યમાન ભારત યોજનાએ કેન્દ્ર સરકારની અત્યંત મહત્વની યોજના છે. આરોગ્યને લગતી તકલીફો સામે આર્થિક મદદ કરવા માટે આ યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે.

યોજનાનાં લાભાર્થી યોજનાનો લાભ લઇ શકે એ માટે કેન્દ્ર સરકારે નિયમો પણ નક્કી કરેલા છે પરંતુ આ યોજનાનાં માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવામાં આવતું નથી.

તેમ છતાં કેટલાક ભેજાબાજ લોકો દ્વારા આ યોજના અંગે નકલી વેબ સાઈટની લિંક સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવે છે અને આ લિંકનો ઉપયોગ કરનાર યુઝરના મહત્વના ડેટાની ચોરી કરવામાં આવે છે. નકલી વેબસાઈટ દ્વારા યુઝર્સના ડેટા મેળવીને લેભાગુ ભેજાબાજો ડેટા ચોરી છેતરપીંડી કરી રહ્યા હોવાની વિગતો બહાર આવી છે.