Not Set/ વડોદરા: પાલિકા દ્વારા આ ઐતિહાસિક ઇમારત તોડી પાડવામાં આવી, ફાયર વિભાગના સાધનોની હાલત દુરસ્ત

વડોદરા, વડોદરાનાં હાર્દ સમાન દાંડિયાબજાર વિસ્તારમાં વર્ષો જૂની ફાયર બ્રિગેડની ઇમારત આવેલી હતી. આ ઇમારત રોડ પરથી પસાર થતાં ટ્રાફિકમાં અવરોધ રૂપ હોવાનું કારણ જણાવી પાલિકા દ્વારા આ ઐતિહાસિક ઇમારત તોડી પાડવામાં આવી હતી અને આ જગ્યાને હાલમાં સમતળ બનાવી દેવામાં આવી છે. એક તરફ ઇમારત તોડી નાખ્યા બાદ ફાયર વિભાગના સાધનોની હાલત દુરસ્ત બની […]

Gujarat Vadodara Videos
mantavya 377 વડોદરા: પાલિકા દ્વારા આ ઐતિહાસિક ઇમારત તોડી પાડવામાં આવી, ફાયર વિભાગના સાધનોની હાલત દુરસ્ત

વડોદરા,

વડોદરાનાં હાર્દ સમાન દાંડિયાબજાર વિસ્તારમાં વર્ષો જૂની ફાયર બ્રિગેડની ઇમારત આવેલી હતી. આ ઇમારત રોડ પરથી પસાર થતાં ટ્રાફિકમાં અવરોધ રૂપ હોવાનું કારણ જણાવી પાલિકા દ્વારા આ ઐતિહાસિક ઇમારત તોડી પાડવામાં આવી હતી અને આ જગ્યાને હાલમાં સમતળ બનાવી દેવામાં આવી છે. એક તરફ ઇમારત તોડી નાખ્યા બાદ ફાયર વિભાગના સાધનોની હાલત દુરસ્ત બની છે.

એક તરફ ઇમારત તોડી નાખ્યા બાદ ફાયર વિભાગના સાધનોની હાલત દુરસ્ત બની છે. રોડ પરથી પસાર થતા વાહનોને કારણે ઊડતી ધૂળની ડમરીઓને કારણે ફાયરના મોંઘા સાધનોની સ્થિતિ બગડી છે.

તો બીજી તરફ હાલમાં પણ આ જ સ્થળે સાધનો યથાવત સ્થિતિમાં હોવાને કારણે તેનામાં રહેલી મશીનરીને પણ નુકશાન પહોંચી રહ્યું છે. શહેરની મધ્યમાં આવેલ આ ફાયર સ્ટેશન આગના બનાવમાં કામગીરી માટે ઉત્તમ સાબિત થતું રહ્યું છે. ત્યારે આટલા સમય સુધી ફાયર વિભાગના ઇમરજન્સી વાહનોને જે નુકશાન પહોંચ્યું છે તે માટે કોણ જવાબદાર એવી ચર્ચા નાગરિકોમાં થઇ રહી છે.