ગણેશ ચતુર્થી સ્પેશિયલ/ વડોદરામાં છે બપ્પાની પ્રાચીનથી લઈ આધુનિક કાળની મૂર્તિઓ

વડોદરામાં કલાત્મક ગણેશ સ્વરૂપોથી સમૃદ્ધ વડોદરા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી રખાઇ છે ત્યારે 5 મી સદીથી માંડી આધુનિક યુગની ગણપતિજીની પ્રતિમાઓ અંહી સંગ્રહાલયમાં રખાઇ છે.

Gujarat Vadodara
ગણપતિ બપ્પાની

ગણપતી ચતુર્થીના પાવન પર્વે શહેરના વિવિધ પંડાલોમાં બપ્પાના સ્થાપન થવાના છે. ત્યારે વડોદરામાં એક એવું સ્થળ છે, જ્યાં ગણપતિ બપ્પાની પ્રાચીનત્તમ પ્રતિમાઓ સાચવી રખાઇ છે અમે વાત કરી રહ્યા છે વડોદરાના સંગ્રહાલય ની જ્યાં ગુપ્તકાળથી માંડીને આધુનિક કાળની વિવિધ  મૂર્તિઓ રખાઇ છે.

ભારત વર્ષના ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવતા વડોદરા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરીના પ્રવેશ દ્વારા પૂર્વે ઉદ્યાનમાં ગણપતિ બાપાની બે પ્રતિમાઓના દર્શન થાય છે. તે પૈકી મુખ્ય મૂર્તિ કાળા રેતપાષણમાંથી બનેલી છે. દક્ષિણ ભારતમાંથી મળી આવેલી આ પ્રતિમા અહીં રાખવામાં આવી છે,આ મૂર્તિ આઠમી સદીની હોવાનું માનવામાં આવે છે.

અ 73 11 વડોદરામાં છે બપ્પાની પ્રાચીનથી લઈ આધુનિક કાળની મૂર્તિઓ

મ્યુઝિયમની અંદર રહેલી તમામ મૂર્તિઓમાં સુંઢ ડાબી તરફ તો આ પ્રતિમામાં સુંઢ જમણી તરફ જોવા મળે છે. આ સુંઢ ભગ્નાવસ્થામાં છે. પણ તેને પ્રણવ મુદ્રામાં હોવાનું સહજ માની શકાય છે. એટલે એના સુંઢના આકારમાંથી ઓમકાર બને છે.એવું માનવામાં આવે છે કે જમણી તરફ સુંઢ ધરાવતા ગણપતિ બાપાની મૂર્તિને અપૂજ રાખી શકાતી નથી.

પાંચમી સદીની એક બીજી પ્રતિમામાં ગણપતિ દાદાને અનુચર સાથે દર્શાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે બપ્પા સાથે મૂષક મહારાજ હોય છે પણ અહીં અનુચરનો ટેકો લઇ દાદા ઉભા છે. કાલા પથ્થરથી બનેલી આ પ્રતિમા ઉત્તર ગુજરાતના રોડા,ઇડર થી મળી આવેલી છે. તેની જમણી ભૂજા ભગ્ન છે. તેના ઉપર સર્પ છે.

ગણપતિ બપ્પાની

પ્રતિમાઓમાંની માતા પાર્વતી સાથે બાલ ગણપતિ બપ્પાની કાળા પથ્થરની છઠ્ઠી સદીની એક સુંદર પ્રતિમામાં ગણેશ અને બાલ ગણેશની લંબાઇ એક સરખી છે. હાથમાં આયુધ અને મૂષક મહારાજ છે. આ તમામ પ્રતિમાઓ ગુજરાતના શિલ્પકળાના સુવર્ણકાળની ઝાંખી કરાવે છે.

આજ મ્યુઝિયમમાં  ચંબા રૂમાલમાં ગણપતિ બાપાનું સુંદર ગુંથણ કામ કરવામાં આવ્યું છે. હિમાયલ પ્રદેશમાં આવેલું તત્કાલીન રાજ્ય ચંબામાં રેશમ ઉપર અદ્દભૂત રીતે ગુંથણ કામ કરવામાં આવતું હતું. આ રેશમના રૂમાલ બહુધા પૂજાવિધિમાં વપરાતા હતા. ચંબા રૂમાલમાં થયેલા ગુંથણની એ રીતે વિશેષ હતું કે તેને રૂમાલના બન્ને બાજુએથી સરખુ દ્રષ્ય જોઇ શકાય છે. સામાન્ય ગુંથણમાં એક તરફ દોરાઓનો ભાગ રહે છે.

ગણપતિ બપ્પાની

મહત્વનુ  છેકે વડોદરાના સંગ્રહાલયમાં કાષ્ઠમાં બનેલા બાપ્પા છે. જો કે, તે ડિસ્પ્લેમાં નથી મૂકાયા. આમ જોવા જઇએ તો ‘સંગ્રહાલય કા રાજા’ ભારત ભૂમિના બેનમૂન વારસાની ઝાંખી કરાવે છે.

આ પણ વાંચો: 74 કરોડના બ્રીજ પર કોણે મારી પિચકારી..?

આ પણ વાંચો:ગુજરાત રમખાણોને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, તમામ કેસની સુનાવણી….

આ પણ વાંચો:ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોણ જીત્યું, કોણ હાર્યું: હવે કોનો બેડો થશે પાર