Not Set/ ગાંધીનગર: ટાયર ફાટતાં કાર ઝાડ સાથે અથડાઈ, 2 વિદ્યાર્થીનીઓના ઘટના સ્થળે મોત

ગાંધીનગર, ગાંધીનગર પાસેના કુડાસણ પાસે મોડી રાતે થયેલા ગમખ્વાર અકસ્માતમાં બે વિદ્યાર્થીનીઓના મોત થયા હતા.કુડાસણમાં ભાઇજીપુરા ગામ પાસે મોડી રાતે વિદ્યાર્થીઓ કારમાં જઇ રહ્યા હતા ત્યારે કારનું ટાયર ફાટતા એક્સીડન્ટ થયો હતો. આ અકસ્માતમાં બે વિદ્યાર્થિનીઓના મોત થયાં હતાં. જ્યારે ત્રણ વિદ્યાથીઓને ગંભીર ઇજા થતાં સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી […]

Gujarat
arm 13 ગાંધીનગર: ટાયર ફાટતાં કાર ઝાડ સાથે અથડાઈ, 2 વિદ્યાર્થીનીઓના ઘટના સ્થળે મોત

ગાંધીનગર,

ગાંધીનગર પાસેના કુડાસણ પાસે મોડી રાતે થયેલા ગમખ્વાર અકસ્માતમાં બે વિદ્યાર્થીનીઓના મોત થયા હતા.કુડાસણમાં ભાઇજીપુરા ગામ પાસે મોડી રાતે વિદ્યાર્થીઓ કારમાં જઇ રહ્યા હતા ત્યારે કારનું ટાયર ફાટતા એક્સીડન્ટ થયો હતો.

આ અકસ્માતમાં બે વિદ્યાર્થિનીઓના મોત થયાં હતાં. જ્યારે ત્રણ વિદ્યાથીઓને ગંભીર ઇજા થતાં સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે વિદ્યાર્થીઓ ફિઝિયોથેરાપી કોલેજમાં અભ્યાસ કરતા હતા.વહેલી સવારે પાંચ વાગ્યે ત્રણ વિદ્યાર્થી અને બે વિદ્યાથિનીઓ અમદાવાદથી ગાંધીનગર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન ભાઈજીપુરા ગામ નજીક કારનું ટાયર ફાટતા કાર પલટી મારી ત્રણ ઝાડ સાથે અથડાઈ હતી અને કારના ટુકડા થઈ ગયા હતા.

કારમાં બેઠેલી રાધનપુરની ઉર્વશી પરમાર અને હિંમતનગરના નવાગામની રહેવાસી તેની મિત્ર સમતા સુથારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બંને વિદ્યાર્થિનીઓ ફિઝિયોથેરાપિસ્ટના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. જ્યારે તેમની સાથેના ત્રણ વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇન્ફોસિટી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.