Ahmedabad/ સંજીવની સમાન કોરોના વેક્સિનનાં રજીસ્ટ્રેશન માટે નોંધણીની થઇ શરૂઆત

કોરોના વાયરસથી સમગ્ર વિશ્વ હાલ લડી રહ્યું છે. ત્યારે સૌથી વધુ રાહ જોવાતી હોય તો એ છે કોરોનાની સંજીવનીની. દેશનાં વડાપ્રધાન દ્વારા પણ આવનારા દિવસોમાં વેકસીન આવી જશે એવી જાહેરાત પણ કરવામાં આવી હતી. જેની હાલ તડામાર તૈયારીઓ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. વેકસીન અંગેની તૈયારીઓમાં સૌથી મહત્વની કામગીરી લોકોનાં સર્વે કરવાની છે. ડોર […]

Ahmedabad Gujarat
test 21 સંજીવની સમાન કોરોના વેક્સિનનાં રજીસ્ટ્રેશન માટે નોંધણીની થઇ શરૂઆત

કોરોના વાયરસથી સમગ્ર વિશ્વ હાલ લડી રહ્યું છે. ત્યારે સૌથી વધુ રાહ જોવાતી હોય તો એ છે કોરોનાની સંજીવનીની. દેશનાં વડાપ્રધાન દ્વારા પણ આવનારા દિવસોમાં વેકસીન આવી જશે એવી જાહેરાત પણ કરવામાં આવી હતી. જેની હાલ તડામાર તૈયારીઓ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. વેકસીન અંગેની તૈયારીઓમાં સૌથી મહત્વની કામગીરી લોકોનાં સર્વે કરવાની છે. ડોર ટુ ડોર સર્વે બાદ હવે amc દ્વારા ઓનલાઇન નોંધણી પણ શરૂ કરી દેવામાં આવી છે.

છેલ્લા કેટલાક સમયથી કોર્પોરેશન દ્વારા કોરોના વેકસીન માટે ડોર ટુ ડોર જઈને લોકોનો સર્વે કરવામાં આવી રહ્યો છે અને સાથે સાથે રજીસ્ટ્રેશન પણ થઇ રહ્યું છે. જો કે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. એએમસી દ્વારા સત્તાવાર વેબસાઇટ અમદાવાદ સિટી ડોટ જીઓવી.ઇન પર ઓનલાઇન ફોર્મ અપલોડ કરી દેવામાં આવ્યું છે અને લોકો આરામથી પોતાના મોબાઇલ કે કોમ્પ્યુટરથી વેક્સિન માટે નોંધણી કરાવી શકે છે. કોવિડ-19 વેકસીન રજીસ્ટ્રેશન ફોર્મમાં નાગરિકોને પોતાનું નામ, સરનામું, ફોટો આઈડી પ્રુફ, આઈડી પ્રુફનાં ડિજિટલ નંબર, ઉમર, જેન્ડર, જન્મ તારીખ, મોબાઈલ નંબર સહિતની તમામ સામાન્ય માહિતી ભરવાની રહેશે. આ ઉપરાંત પોતાની બિમારી કે રોગ વિશેની જાણકારી આપવાની દરેક નાગરિકનાં શિરે રહેશે. ત્રીજા તબક્કામાં વયસ્ક નાગરિકોનો વેક્સિનેશન કાર્યક્રમમાં સમાવેશ કરાયો છે.

રાજ્ય અને કેન્દ્ર સરકારની લીલીઝંડી બાદ તમામ સ્થાને વેક્સિનેશન માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને તેમા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ડોર ટુ ડોર સર્વે બાદ હવે ઓનલાઇન નોંધણીની શરૂઆત કરી છે, પહેલા દિવસે જ એએમસીનાં ઓનલાઇન ફોર્મમાં 1100 લોકોએ રસ દાખવ્યો હતો અને તેમાં કોર્બિડિટી સાથેનાં લોકોની નોંધણી વેક્સિનેશન માટે થઇ ચૂકી છે. વેક્સિન આવી ગયા બાદ વેક્સિનને રાખવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, કોલ્ડસ્ટોરેજનું ઓડિટ કરવામાં આવ્યું છે. કોલ્ડસ્ટોરેજની કેપેસિટી વધારવાનું કામ ચાલી રહ્યું છે તેમજ વેક્સિન આવી ગયા બાદ લોકોને આપવામાં માટેની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…