Not Set/ દિલ્હીના પુર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા શીલા દિક્ષિતનું 81 વર્ષે નિધન

દિલ્હી, દિલ્હીના પુર્વ મુખ્યમંત્રી અને જાણીતા કોંગ્રેસ નેતા શીલા દિક્ષિતનું 81 વર્ષની વયે નિધન થયું હતું.શીલા દિક્ષિત છેલ્લાં થોડા સમયથી બિમાર હતા અને દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં ભરતી થયા હતા.શનિવારે બપોર પછી શીલા દિક્ષિતની તબિયત વધુ ખરાબ થઇ હતી અને તેમને આઇસીયુમાં ખસેડવામાં આવ્યા હતા.જો કે તબીબો તેમને બચાવી શક્યા નહોતા અને તેમનું નિધન થયું હતું. […]

Top Stories India
arm 12 દિલ્હીના પુર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા શીલા દિક્ષિતનું 81 વર્ષે નિધન

દિલ્હી,

દિલ્હીના પુર્વ મુખ્યમંત્રી અને જાણીતા કોંગ્રેસ નેતા શીલા દિક્ષિતનું 81 વર્ષની વયે નિધન થયું હતું.શીલા દિક્ષિત છેલ્લાં થોડા સમયથી બિમાર હતા અને દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં ભરતી થયા હતા.શનિવારે બપોર પછી શીલા દિક્ષિતની તબિયત વધુ ખરાબ થઇ હતી અને તેમને આઇસીયુમાં ખસેડવામાં આવ્યા હતા.જો કે તબીબો તેમને બચાવી શક્યા નહોતા અને તેમનું નિધન થયું હતું.

શીલા દિક્ષિતે 1998થી 2013 સુધી એમ ત્રણ ટર્મ સુધી દિલ્હીમાં ચીફ મિનિસ્ટર તરીકે કામ કર્યું હતું. લોકસભાની ચૂંટણીમાં શીલા દિક્ષિતે દિલ્હીમાંથી ભાજપના મનોજ તિવારી સામે ચૂંટણી લડી પણ તેમનો પરાજય થયો હતો.શીલા દિક્ષિતને આ વર્ષે જાન્યુઆરી મહિનામાં દિલ્હીના કોંગ્રેસના પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી હતી.

શીલા દિક્ષિતના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રધ્ધાંજલી આપતા જણાવ્યું કે તેઓ શીલા દિક્ષિતજી ના નિધનથી અત્યંત દુખી છું.મિલનસાર વ્યક્તિત્વના કારણે તેમણે દિલ્હીના વિકાસમાં નોંધનીય ફાળો આપ્યો હતો.તેમના પરિવાર અને ટેકેદારોને શ્રધ્ધાંજલી.ઓમ શાંતિ.

કોંગ્રેસના પુર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ શીલા દિક્ષિતને શ્રધ્ધાંજલી આપતા લખ્યું કે કોંગ્રેસની પ્યારી દીકરી શીલા દિક્ષિતના નિધન વિશે સાંભળીને હું તુટી ગયો છું.એમની સાથે મારા અંગત સંબંધો હતા.તેમના પરિવાર અને દિલ્હીના નાગરિકો પ્રત્યે મારી સંવેદનાઓ.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.