Not Set/ વડોદરા: મિલકત મામલે ખેલાયો ખૂની ખેલ, પિતરાઇભાઇએ કરી ભાઇની હત્યા

વડોદરા. વડોદરાના બકરાવાડી વિસ્તારમાં ગત રાત્રે મિલકતને મામલે ખૂની  ખેલ ખેલાયો  હતો. જેમાં મિલકતને લઇને પિતરાઇ ભાઇએ બીજા ભાઇની હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વડોદરાના બકરાવાડીમાં રહેતા અર્જુન પરમારની તેના પિતરાઈ ભાઈ ચિરાગ પરમારે બાઈક પાર્ક કરતી વેળાએ લોખંડની પાઇપ વડે માથાના ભાગે દસ જેટલા ઘા મારી જીવલેણ હુમલો કરી દીધો હતો. આપને જણાવી દઈએ […]

Top Stories Gujarat Vadodara
vadodara murdr વડોદરા: મિલકત મામલે ખેલાયો ખૂની ખેલ, પિતરાઇભાઇએ કરી ભાઇની હત્યા

વડોદરા.

વડોદરાના બકરાવાડી વિસ્તારમાં ગત રાત્રે મિલકતને મામલે ખૂની  ખેલ ખેલાયો  હતો. જેમાં મિલકતને લઇને પિતરાઇ ભાઇએ બીજા ભાઇની હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

વડોદરાના બકરાવાડીમાં રહેતા અર્જુન પરમારની તેના પિતરાઈ ભાઈ ચિરાગ પરમારે બાઈક પાર્ક કરતી વેળાએ લોખંડની પાઇપ વડે માથાના ભાગે દસ જેટલા ઘા મારી જીવલેણ હુમલો કરી દીધો હતો. આપને જણાવી દઈએ કે આવા ક્રૂર હુમલા બાદ અર્જુન પરમારણે તેમના ભાઈએ મોતને ઘાત ઉતાર્યો હતો.

જો કે વાત કરવામાં આવે તો આવા ક્રૂર હુમલા બાદ અર્જુન પરમારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની ફરજ આવી બની હતી. જો કે દુર્ભાગ્યવશ આવી ગંભીર ઈજા પહોંચતા અર્જુન પરમારને હોસ્પીટલમાં જ મૃત ઘોષિત કરી દેવામાં આવ્યો હતો.

જો કે આ ઘટનાની જાણ થતા નવાપુરા પોલીસ ઘટન સ્થળે પહોંચી આવી હતી અને આરોપી ભાઈ ચિરાગ પરમારની ધરપકડ કરી હતી.

આપને જણાવી દેઈએ કે અર્જુન પરમાર અપરણિત હતો અને તેના દાદી સાથે રહેતો હતો. હત્યા કરીને ફરાર થયેલા આરોપીને નવાપુરા પોલિસે કલોલથી ઝડપી પાડ્યો હતો.