વડોદરા/ આંગણવાડીની બેદરકારી, બાળકોને અપાયા એક્સપાયરી ડેટના ફૂડપેકેટ

આંગણવાડીમાંથી વિતરણ કરાતા બાળકોના ફુડપેકેટ એક્સપાયરી ડેટ વાળા હોવાનુ સામે આવ્યુ છે શક્તિ ફૂડ પેકેટનું ફુડ આરોગતા બાળકી બિમાર થતા સમગ્ર મામલો સામે આવ્યા છે.

Top Stories Vadodara
Untitled.png 1 10 આંગણવાડીની બેદરકારી, બાળકોને અપાયા એક્સપાયરી ડેટના ફૂડપેકેટ

વડોદરાની આંગણવાડીમાંથી બાળકોને અપાતા ફૂડ પેકેટ એક્સપાયરી ડેટ ના હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે સારી આંગણવાડીના સપના સેવતી તંત્રની વરવી વાસ્તવિકતા સામે આવી છે. એક્સપાયરી ડેટના ફૂડ પેકેટને એક નાની બાળકીએ આરોગતા બાળકી બિમાર પડી હતી. અને આ સમગ્ર મામલો સામે આવ્યો છે. જોકે તંત્રની ઘોર બેદરકારીને કારણે બાળકી બિમાર પડી હોવાનું લોકો કહી રહ્યા છે. મહત્વનું છે કે સરકારી અધિકારીઓની નિષ્ક્રીયતા અને બેદરકારીનો ભોગ એક નાની બાળકી બની હતી. જોકે આ અંગે હવે પગલા લેવામાં આવે છે કે નહીં તે જોવાનું રહ્યું છે.

  • વડોદરાની આંગનવાડીની બેદરકારી
  • બાળકોને અપાયા એક્સપાયરી ડેટના ફૂડપેકેટ
  • બાળકીએ ફૂડ પેકેટ આરોગતા બિમાર પડી
  • તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ

વડોદરામાં આંગણવાડીમાંથી વિતરણ કરાતા બાળકોના ફુડપેકેટ એક્સપાયરી ડેટ વાળા હોવાનુ સામે આવ્યુ છે શક્તિ ફૂડ પેકેટનું ફુડ આરોગતા બાળકી બિમાર થતા સમગ્ર મામલો સામે આવ્યા છે.પૌષ્ટિક આહાર બાળકોને ઘર બેઠા જ પ્રાપ્ત થાય તે માટે આંગણવાડીથી બાલ શક્તિ આહારના પેકેટ વિતરણ કરવામાં આવે છે. પરંતુ એક્સપાયરી ડેટ વાળા પેકેટ ના ઉપયોગથી બાળકની તબિયત લથડતા માતા પિતાએ તંત્ર વિરુદ્ધ આક્રોશ દર્શાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

Untitled.png 1 9 આંગણવાડીની બેદરકારી, બાળકોને અપાયા એક્સપાયરી ડેટના ફૂડપેકેટ

વડોદરા જિલ્લા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં આંગણ વાડી કેન્દ્રો વિસ્તારમાં સમાવિષ્ટ પ્રસૂતા માતા, ધાત્રી માતા અને બાળકોને આંગણવાડી કેન્દ્રો ઉપર કાર્યકર અને હેલ્પરની ટીમ દ્વારા તેઓના વિસ્તારમાં સમાવિષ્ટ લાભાર્થીઓને પૌષ્ટિક આહાર માટેના પેકેટ પુરા પાડવામાં આવી રહયા છે. જેથી પ્રસૂતા માતા, ધાત્રી માતા, “કિશોરીઓ “અને ત્રણ વર્ષ સુધીના બાળકો માટે પૌષ્ટિક આહાર તૂરંત બનાવી ખોરાક તરીકે લઈ શકાય તેવા “માતૃ શક્તિ “, “બાલ શક્તિ ” પૂર્ણા શક્તિ, નામથી ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવે છે જેથી તેઓની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થતો હોય છે.

પરંતુ વડોદરામાં એક્સપાયરી ડેટ વાળા બાલ શક્તિ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. કારેલીબાગ વિસ્તારના કાસમાહાલા કબ્રસ્તાન નજીક ઇન્દિરા નગર વસાહતમાં રહેતા મિહિરભાઈ પરમારે જણાવ્યું હતું કે, તાજેતરમાં આંગણવાડી તરફથી બાલ શક્તિ ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. જે ફૂડ પેકેટ મારી બે દીકરીઓને ખવડાવ્યા હતા. ત્યારબાદ મારી દીકરી દવાખાનાની સારવાર લઈ રહી છે. રિપોર્ટમાં ફૂડ પોઈઝનિંગ હોવાનું બહાર આવતા અમે તપાસ કરતાં આગળવાળી તરફથી બાળકોને આપવામાં આવેલા ફૂડ પેકેટ એક્સપાયરી ડેટ વાળા હોવાની વિગતો સપાટી પર આવી છે. તંત્રની બેદરકારીના કારણે આ પરિસ્થિતિ ઉદભવી હોવાનું અનુમાન છે. આ વિસ્તારમાં 500 જેટલા મકાનોમાં આ ફૂડ પેકેટનું વિતરણ થયું છે. જેથી અન્ય બાળકો ફૂડ પોઇઝનિંગનો ભોગ ના બને તે માટે મીડિયા માધ્યમથી ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે. આમ એક તરફ રાજ્ય સરકાર પોષણક્ષમ આહારની વાતો કરે છે તો બીજી તરફ તંત્રની આવી લાપરવાહી જીવલેણ સાબિત થઈ શકે છે.

મમતા થઈ શર્મસાર /  દાહોદ ખાતે વગર પાણીના કુવામાંથી તાજું જન્મેલું બાળક મળી આવ્યું

સાબરકાંઠા /  જીવિત દાટેલી નવજાત બાળકીના માતાએ કહ્યું કેમ દાટી હતી જમીનમાં, કારણ જાણી તમે પણ ચોકી જશો

બનાસકાંઠા / હે માં તું આટલી કેમ નિષ્ઠુર બની ? હવે બનાસકાંઠામાંથી મળ્યું  સાત માસની બાળકીનું ભ્રૂણ