Not Set/ વડોદરામાં ભારે વરસાદ બાદ રેલ્વે સ્ટેશનમાં આગ ભભૂકી ઉઠતા અફરા-તફરીનો માહોલ

વડોદરામાં પૂરનું પાણી ઓસરતા જ જનજીવન ધીમે ધીમે સામાન્ય બન્યુ છે. ત્યારે વડોદરા રેલ્વે સ્ટેશન પર શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગતા ત્યા નાસ ભાગ મચવા પામી હતી. આ ઘટના વડોદરા રેલ્વે સ્ટેશનનાં પ્લેટફોર્મ નંબર 2 અને 3ની વચ્ચે બની છે. વીડિયોમાં જોઇ શકાય છે કે આ શોર્ટ સર્કિટથી નજારો કેટલો ભયજનક બન્યો છે. રેલ્વે સ્ટેશનનનાં […]

Gujarat Vadodara
Vadodara railway station fire વડોદરામાં ભારે વરસાદ બાદ રેલ્વે સ્ટેશનમાં આગ ભભૂકી ઉઠતા અફરા-તફરીનો માહોલ

વડોદરામાં પૂરનું પાણી ઓસરતા જ જનજીવન ધીમે ધીમે સામાન્ય બન્યુ છે. ત્યારે વડોદરા રેલ્વે સ્ટેશન પર શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગતા ત્યા નાસ ભાગ મચવા પામી હતી. આ ઘટના વડોદરા રેલ્વે સ્ટેશનનાં પ્લેટફોર્મ નંબર 2 અને 3ની વચ્ચે બની છે. વીડિયોમાં જોઇ શકાય છે કે આ શોર્ટ સર્કિટથી નજારો કેટલો ભયજનક બન્યો છે.

રેલ્વે સ્ટેશનનનાં પ્લેટફોર્મ નં. 2 અને 3ની વચ્ચે આગ લાગવાના સમાચારની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોચી ગઇ હતી. જ્યા ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. આ વીડિયોમાં શોર્ટ સર્કિટથી નિકળી રહેલો અવાજ પણ સ્પષ્ટ સંભળાઇ રહ્યો છે, જે એક મોટી હોનારત ઉભી કરી શકે તેવો સંભળાઇ રહ્યો હતો, પરંતુ ફાયર બ્રિગેડની ટીમની સુજ સમજનાં કારણે આ આગ બેકાબુ બને તે પહેલા તેના પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, વડોદરામાં વરસાદ બંધ થતા રાહત કામગીરી ચાલુ હતી. છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદનાં કારણે વિજળી બંધ કરવામાં આવી હતી જેને લઇને સમારકામ ચાલી રહ્યુ હતુ. તે દરમિયાન વરસાદ અચાનક જ ચાલુ થઇ ગયો જેના કારણે આ શોર્ટ સર્કિટની ઘટના બની હોવાનુ સામે આવ્યુ હતુ. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.