Not Set/ વડોદરા સામૂહિક દુષ્કર્મ/ ઘટનાના 9 દિવસને અંતે બે શંકાસ્પદ ઝડપાયા

વડોદરા નવલખી મેદાનમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મ પોલીસ દ્વાર શહેર આખામાં આરોપીના 3D સ્કેચ લગાવવામાં આવ્યા 9 દિવસના અંતે આરોપી ઝડપાયા વડોદરા સામુહિક બળાત્કારની ઘટનાએ ગુજરાતમાં ઘેર પડઘા પડ્યા છે. ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપ સિંહ જાડેજા દ્વારા પીડિતા અને દુષ્કર્મ ના સ્થળની જાત મુલાકાત લેવામાં આવી હતી. તો ગઈકાલે જ પીડિતા માટે કોર્ટ દ્વારા […]

Top Stories Gujarat Vadodara
download 2 વડોદરા સામૂહિક દુષ્કર્મ/ ઘટનાના 9 દિવસને અંતે બે શંકાસ્પદ ઝડપાયા

વડોદરા નવલખી મેદાનમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મ

પોલીસ દ્વાર શહેર આખામાં આરોપીના 3D સ્કેચ લગાવવામાં આવ્યા

9 દિવસના અંતે આરોપી ઝડપાયા

વડોદરા સામુહિક બળાત્કારની ઘટનાએ ગુજરાતમાં ઘેર પડઘા પડ્યા છે. ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપ સિંહ જાડેજા દ્વારા પીડિતા અને દુષ્કર્મ ના સ્થળની જાત મુલાકાત લેવામાં આવી હતી. તો ગઈકાલે જ પીડિતા માટે કોર્ટ દ્વારા રૂ. 7 લાખની સહાય જાહેર કરવામાં આવી હતી.

આ સામુહિક દુષ્કર્મ કેસ મામલે આજે પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે દુષ્કર્મનાં બે આરોપીઓની રાજસ્થાનમાંથી અટકાયત કરી છે. નવલખી દુષ્કર્મ કેસનાં 9 દિવસ બાદ પોલીસને આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. આ દુષ્કર્મ કેસ મામલે પોલીસે હજારો લોકોની પુછપરછ કર્યાં બાદ આ બે શંકાસ્પદ આરોપીઓને રાજસ્થાનથી ઝડપી પાડ્યા હતા.

આ મામલે પોલીસ દ્વારા ઘણાં લોકોની પૂછપરછ અને ઘણી બધી તપાસ કરવામાં આવી હતી. આરોપીઓના સ્કેચ તૈયાર કરવામાં આવ્યા હતા. અને શહેર આખામાં આરોપીઓના 3D સ્કેચ પણ  પોલીસ દ્વારા લગાવવામાં આવ્યા હતા. તો સાથે સાથે નવલખી મેદાનમાં રાત્રીના સમયે લોકોની અવર-જવર પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.