Not Set/ શ્રી ગોવર્ધનનાથજી હવેલીની જગ્યાને સ્વામીનારાયણ મંદિરને આપતા વૈષ્ણવોમાં નારાજગી

શ્રી ગોવર્ધનનાથજી હવેલીની જગ્યા સ્વામીનારાયણ મંદિરને આપી દેવા હવેલીના ટ્રસ્ટીઓ એકમત થયા છે. પરંતુ, ટ્રસ્ટીઓના આ નિર્ણયથી ભક્તો ભારે નારાજ છે

Top Stories Gujarat
136 શ્રી ગોવર્ધનનાથજી હવેલીની જગ્યાને સ્વામીનારાયણ મંદિરને આપતા વૈષ્ણવોમાં નારાજગી

વડોદરામાં શ્રી ગોવર્ધનનાથજી હવેલીની જગ્યા સ્વામીનારાયણ મંદિરને આપી દેવા હવેલીના ટ્રસ્ટીઓ એકમત થયા છે. પરંતુ, ટ્રસ્ટીઓના આ નિર્ણયથી ભક્તો ભારે નારાજ છે. આજે સવારે વૈષ્ણવો હવેલી ખાતે ભેગા થઈને હવેલી અને તેમાં બિરાજમાન શ્રી ઠાકોરજીનું સ્વરૂપઅન્ય સ્થળે ન ખસેડાય તેવી માંગણી કરી હતી.

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવલી શ્રી ગોવર્ધનનાથજી હવેલી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયેલા વૈષ્ણોવોની માંગણી હતી કે, કારેલીબાગ વૈષ્ણવ હવેલી જે 26 વર્ષથી દરેક વૈષ્ણવો ભાવપૂર્વક દર્શન કરીને ધન્ય થતા હતા. અચાનક મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આ હવેલી સ્વામિનારાયણ મંદિરને આપી દેતા વિવાદ થયો હતો .  કારેલીબાગના વૈષ્ણવોની ભાવનાઓને ઠેસ પહોંચી હતી . હવેલી ફક્ત અને ફક્ત કારેલીબાગમાં જ રહે તેવી રજૂઆત કરવા દરેક વૈષ્ણવ મંદિરમાં સ્વયંભૂ ભેગા થયા હતા. આનો નીવડો ના આવે ત્યાં સુધી ભેગા થશે.

સમગ્ર મામલો આસ્થા સાથે જોડાયેલો છે. અમારી માંગણી છે કે, હવેલીમાં બિરાજમાન શ્રી ઠાકોરજીનું સ્વરૂપ અન્ય સ્થળે ન ખસેડાય.કારેલીબાગ સ્થિત શ્રી ગોવર્ધનનાથજી હવેલીની જગ્યા સ્વામીનારાયણ મંદિરને આપી દેવા હવેલીના ટ્રસ્ટીઓ એકમત થયા છે. શ્રી ગોવર્ધનનાથજી હવેલીના ટ્રસ્ટી કમલેશ શાહે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વખતથી હવેલીને અડીને આવેલા શ્રી સ્વામીનારાયણ મંદિરના સંતો દ્વારા હવેલીની જમીન લેવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. વૈષ્ણવ હવેલી અને સ્વામીનારાયણ મંદિરમાં મોટાભાગે તહેવારો એક જ દિવસે આવતા હોવાથી વૈષ્ણવો અને સ્વામીનારાયણ સંપ્રદાયના ભક્તોને પાર્કિંગથી માંડી અન્ય અસુવિધાઓ ઊભી થતી હતી. આખરે સ્વામીનારાયણના સંતો અને વૈષ્ણવ હવેલીના ટ્રસ્ટીઓ ભેગા થઈને કોર્પોરેશનમાં જોઈન્ટ પ્રપોઝલ મૂક્યું હતું