Valentine's day/ વેલેન્ટાઈન ડે સાથે જોડાયેલા તથ્યો છે રસપ્રદ, તેને વાંચીને તમારા ચહેરા પર આવી જશે સ્મિત

પહેલીવાર મનગમતા વ્યક્તિને પોતાના દિલની વાત કરવી હોય અથવા પ્રેમનો પ્રસ્તાવ પાર્ટનર સામે મુકવો હોય, તેને સ્પેશલ ફીલ કરાવવું હોય, ત્યારે પ્રેમી પંખીડાઓ માટે વેલેન્ટાઈનો દિવસ ખુશીનો હોય છે. ચાલો જાણીએ તેનાથી જોડાયેલી રસપ્રદ વાતો

Lifestyle Tips & Tricks
વેલેન્ટાઈન ડે સાથે જોડાયેલા તથ્યો છે રસપ્રદ, તેને વાંચીને તમારા ચહેરા પર આવી જશે સ્મિત

વેલેન્ટાઈના દિવસ દરેક પ્રેમીઓ માટે ખુશીનો માહોલ હોય છે. આ દિવસને યાદગાર બનાવા માટે પ્રેમીઓ પોતાની લાગણીઓ તેમના પ્રેમી સાથે વ્યકત કરતા હોય છે. સાથે પોતાના પાર્ટનરને સ્પેશલ ફીલ કરાવા માટે કાર્ડ્સ, ગિફ્ટ,ફુલો અથવા અનેક પ્રકારની ભેટ આપતા હોય છે. આ દિવસની ઉજવણી રોમના સંત વેલેન્ટાઈનની યાદમાં કરવામાં આવી હતી અને આજે આ દિવસ સમગ્ર વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસના શરૂઆતની વાર્તા લોકોના હ્રદયની ખુબ નજીક છે. વેલેન્ટાઈન ડે સાથે જોડાયેલી કેટલીક વાતો રોમાંચિત છે.

વેલેન્ટાઈન ડે પર, લોકો તેમના બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડને લાલ ગુલાબ અથવા અન્ય કોઈપણ ભેટ દ્વારા પ્રપોઝ કરે છે અને તેમની સાથે સમય પસાર કરે છે. જ્યારે આ દિવસ કેટલાક લોકો માટે આંનદથી ભરેલો હોય છે, તો કેટલાક લોકો માટે દુખદ સાબિત થાય છે. જોકે પ્રેમીઓ માટે ખાસ દિવસ એવા વેલેન્ટાઈન ડે સાથે જોડાયેલી કેટલીક બાબતો ખૂબ જ રસપ્રદ છે. તો ચાલો જાણીએ તેના વિશે…

ફિનલેન્ડમાં આ દિવસને મિત્રતાનું નામ આપવામાં આવ્યું છે

ફિનલેન્ડ એક એવો દેશ છે જ્યાં વેલેન્ટાઇન ડે સ્ટેવનપાઇવા એટલે કે ફ્રેન્ડ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે અને લોકો તેમના મિત્રોને ભેટ આપે છે.

પોતાની જાતને ફૂલો ભેટમાં આપે છે
અમેરિકામાં પણ લોકો વેલેન્ટાઈન ડેની ભવ્ય ઉજવણી કરે છે. માહિતી અનુસાર, અહીં લગભગ 15 ટકા લોકો પોતાની જાતને વેલેન્ટાઈન બનાવે છે અને પોતાને ફૂલો ગિફ્ટ કરે છે.

છોકરીઓ ચોકલેટ આપે છે

વેલેન્ટાઈન ડેનો દિવસે જાપાનમાં અલગ રીતે ઉજવવામાં આવે છે. હકીકતમાં, અહીં છોકરીઓ છોકરાઓને ચોકલેટ આપે છે અને લોકો અજાણી રીતે લોકોને કાર્ડ મોકલે છે.

પાલતુ પ્રાણીઓને ભેટ આપે છે

વિશ્વભરમાં પ્રેમીઓની કોઈ કમી નથી. જોકે મોટાભાગના લોકો તેમના પાર્ટનર સાથે વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરે છે, પરંતુ માહિતી અનુસાર લગભગ 3 ટકા લોકો એવા છે જેઓ તેમના પાલતુ પ્રાણીઓને ભેટ આપે છે.

1 અબજ કાર્ડની આપ-લે થાય છે

ઘણા લોકો વેલેન્ટાઈન ડે પર તેમની લાગણીઓ વ્યક્ત કરવા માટે કાર્ડની આપ-લે કરે છે. કેટલાક લોકો પોતાના હાથથી કાર્ડ બનાવે છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો કાર્ડ પણ ખરીદે છે. જાણકારી અનુસાર વેલેન્ટાઈન ડે પર લગભગ 1 બિલિયન કાર્ડનું વેચાણ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:lung cancer/પુરુષોમાં ફેફસાના કેન્સરના કેસ મહિલાઓમાં સ્તન કેન્સરથી વધુ: WHOએ રિપોર્ટમાં આપી ચેતવણી

આ પણ વાંચો:What is Cervical Cancer/ગર્ભાશય કેન્સર કેવી રીતે ઓળખવું? જાણો સર્વાઇકલ કેન્સરના લક્ષણો અને સારવાર

આ પણ વાંચો:Tips for weight loss/શું તમારે પણ શરીરના આ ભાગ પર વધી છે ચરબી… તો 1 જ મહિનામાં મળશે આનાથી રાહત,અપનાવો આ ઘરગથ્થુ ઉપાય