Surat Land Scam/ ડુમસ જમીનકાંડમાં વલસાડના કલેક્ટર અને IAS અધિકારી આયુષ ઓક સસ્પેન્ડ

જમીન ગોટાળા સંદર્ભે રાજ્ય સરકારે કર્યા સસ્પેન્ડ

Top Stories Gujarat
surat land scam case valsad collector ayush oak suspended ડુમસ જમીનકાંડમાં વલસાડના કલેક્ટર અને IAS અધિકારી આયુષ ઓક સસ્પેન્ડ

Gujarat News : સુરત કલેક્ટરની ફરજ દરમિયાન જમીનમાં કરેલા ગોટાળા બદલ રાજ્ય સરકારે વલસાડના કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવતા સરકારી બાબુઓમાં ખળભળાટ મચી ગયો છે.ડુમસ જમીનકાંડમાં IAS અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 2000 કરોડની જમીન કોભાંડ મામલે વલસાડના કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા છે.  ઉલ્લેખનીય છે કે, ડુમસ વિસ્તારની 2.17 લાખ ચોરસ મીટર જમીન ગણતીયાનું નામ દાખલ કરાવીને બે હજાર કરોડ રૂપિયાનો ખેલ પાડી દેવાનો આક્ષેપ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી દ્વારા કરવામાં આવ્યો છે.

સુરતના ડુમસમાં 2,000 કરોડ રૂપિયાની 2,17,216 ચો.મી. સરકારી જમીન બારોબાર બિલ્ડરોને પધરાવી દેવાના કૌભાંડનો પદ્રાફાશ થયો હતો. જેમાં કલેક્ટર આયુષ ઓકનું નામ ઉછળીને સામે આવતા તેમની બદલી કરી નાંખવામાં આવી હતી. તેમણે જોકે બદલી પહેલા કેટલાક વિવાદાસ્પદ ઓર્ડરો પર સહી કરી દીધી હતી. જેમાં સરકારી જમીન બિલ્ડરોને બારોબાર પધરાવી દેવાના કૌભાંડનો પણ સમાવેશ થતો હતો.

ડુમસની જમીન બિલ્ડરોને પધરાવી દેવાના કાવતરાનમાં સરકારે તાત્કાલિક ધોરણે મહેસૂલ સચિવ પાસેતી મનાઈ હુકમ મેળવી લીધો હતો,. સરકારી જમીન ગણોતીયાને પધરાવવાના આયુષ ઓકના નિર્ણય પાછળ ભાજપનું કોઈ મોટુ રાજકીય માથુ હોવાની સુરતના મહેસૂલી વર્તુળોમાં તે સમ.યે જોરદાર ચર્ચા ચાલી હતી.

ડુમસ ગામના સરવે નંબર 311/3 વાળી 2,17,216 ચોરસ મીટર જગ્યા સરકારી શીર પડતર તરીકે 1948-49ના વર્ષથી હતી. આ સરકારી જમીન હોવા છતાં તેમા કબ્જેદાર તરીકે કૃષ્ણમુખલાલ ભગવાનદાસનું નામ ગણોતિયા તરીકે નોંધ નંબર 582થી દાખલ કરવામાં આવ્યું હતું. સરકારી જમીનમાં ગણોતિયા તરીકેનું નામ દાખલ થઈ શકે તેમ નહી હોવા છતાં આ નામ ખોટી રીતે દાખલ કરવામાં આવ્યું હતું.તેના પછી સરકારી શીર પડતર લખેલી જગ્યા પર આ લીટી દોરીને તેમા ડેરી કંપનીના મેનેજર વી.સી. જાદવનું નામ દાખલ કરવામાં આવ્યું હતું. નિયમ પ્રમાણે આ રીતે નામ દાખલ કરવાની સત્તા રેવન્યુ અધિકારી પાસે હોય છે. તેની સાથે કોઈનું પણ નામ ઉમેરતા પહેલા તેમા શો કોઝ નોટિસ પણ આપવાનો નિયમ છે. અહીં આવી કોઈ તસ્દી લેવામાં આવી ન હતી.

લોકસભા ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા એક જગ્યા પર છેલ્લાં ત્રણ વર્ષથી ફરજ બજાવતા આઇએએસ અને આઇપીએસની બદલીના આદેશ અપાયા હતા. તેમા જિલ્લા કલેક્ટર આયુષ ઓકની સુરતથી વલસાડ બદલીનો આદેશ 30 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યો હતો. બદલીના એક દિવસ પહેલા તેમણે આ વિવાદિત પ્રકરણને મંજૂરી આપી હતી. તેની સામે ભારે ઉહાપોહ થતાં રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે સમગ્ર કેસની તપાસ કરી વિવાદાસ્પદ પ્રકરણ પર મનાઈહુકમ ફરમાવતો આદેશ આપ્યો છે.

આ જગ્યાનું વખતોવખત અન્યોને વેચાણ કર્યા બાદ જગ્યાને એનએ કરવા માટેની ફાઈલ કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવી હતી. તે સમયે સિટી પ્રાંતની તપાસમાં એવી હકીકત બહાર આવી હતી કે આ સમગ્ર જગ્યા સરકારી હોવાના કારણે તેને એનએ કરી શકાય તેમ નથી. તેની સામે માર્ચ ૨૦૦૯માં હાઇકોર્ટમાં રિટ પિટીશન કરવામાં આવી હતી.

હાઇકોર્ટે આ કેસમાં ગણોતધારા હેઠળ જે જગ્યાની ફાળવણી કરવામાં આવી છે તે ખેડૂત ખાતેદાર છે કે નહીં તેની તપાસ કરવા માટે આદેશ કર્યો હતો. જેથી સમગ્ર કેસની તપાસ દરમિયાન એવી હકીકત બહાર આવી હતી કે આ જગ્યા સરકારી હોવા છતાં આ આખો કારસો રચવામાં આવ્યો છે. તે અંગેનો સિટી પ્રાંતે રિપોર્ટ પણ જૂન ૨૦૧૫માં આપ્યો હતો.

આ તમામ બાબતોને ધ્યાને લીધા વિના તત્કાલીન કલેક્ટર આયુષ ઓકે 29 જાન્યુઆરી 2024ના રોજ કબજેદારે વેચાણ કરેલાઓની તરફેણમાં ચુકાદો આપી દીધો હતો. જે અંગેની ફરિયાદ રાજ્ય સરકારને મળતા રાજ્ય સરકારે જમીન મહેસૂલ વિભાગની ટીમને સુરત મોકલી જરૂરી દસ્તાવેજ કબજે કર્યા હતા. તેમજ સમગ્ર કેસમાં તત્કાલીન કલેક્ટર દ્વારા કરવામાં આવેલા હુકમ પર સ્ટે આપી દીધો છે. જ્યારે સમગ્ર કેસની સુનાવણી આગામી ૨૩મેના રોજ કરવામાં આવી હતી.

જેને પગલે સુનાવણી રાખવામાં આવી હતી પરંતુ પક્ષકારોના વકીલો હિતેશ પટેલ, વિમલ પટેલ, કિરણ દવે, પ્રેમલ રાંચ, હિમાંશુ વાંસિયા, ગીરીશ વાંસિયાએ મુદ્દત આપવા માટે લેખિત અરજી કરી હતી. એડવોકેટ હિતેશ પટેલ અને હિમાંશુ વાંસિયાએ મનાઈ હુકમ લંબાવવાની અરજદારની અરજી સામે જ મૌખિક વાંધો લીધો હતો.  મહેસુલ સચિવ આર. બી. બારડે તમામ વકીલોને સાંભળ્યા બાદ કેસની સુનવણી તા. 28 જૂન સુધી મુલતવી રાખવાનો હુકમ કર્યો હતો અને સાથે સાથે જમીનસ્થળે તેમજ રેવન્યુ રેકર્ડમાં યથાવત સ્થિતિ જાળવી રાખવાનો આદેશ કર્યો હતો.

ગણોતીયાનો સરકારી પડતર જમીનમાં સમાવેશ કરવા તેમજ અન્ય ખરીદદારોના નામોની એન્ટ્રી રેવેન્યુ રેકર્ડમાં પાડવા સામે વિરોધ કરવામાં આવ્યો હતો. કરોડો રૂપિયાની જમીનમાં ગણોતીયા અને જમીન ખરીદનારાઓના નામો ચઢાવવામાં મોટો ખેલ કરવામાં આવ્યો છે અને આ ખેલ પાર પાડવામાં રૂલીંગ પાર્ટીના જ મોટાગજાના નેતાઓએ ભૂંડી ભૂમિકા ભજવી હોવાની ચર્ચા પક્ષના આગેવાનો તેમજ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.  આ ખેલની વાત કેન્દ્રીય મોવડીમંડળ સુધી પહોચાડવા તેમની જ પાર્ટીના જ નેતાઓ સફળ થયા હોવાથી આગામી દિવસોમાં મોટા ફેરફારોની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: એસજી હાઈવે પર ઈકો કારે અડફેટે લેતા 15 વર્ષીય કિશોરનું મોત

આ પણ વાંચો: આજથી ત્રણ દિવસમાં કમોસમી વરસાદ ત્રાટકશે

આ પણ વાંચો: ગુજરાતમાં હાર્ટએટેકથી બે દિવસમાં છનાં મોત

આ પણ વાંચો: પગાર સમયસર નહીં તો કામ નહીં, રાજકોટમાં બસ ડ્રાઇવરોની હડતાળ