Not Set/ વલસાડ/ જનેતા જ બની કાળ, નવજાત જન્મેલી દીકરીનું ગળું દબાવી કરી હત્યા

વલસાડ જીલ્લાના ઉમરગામમાં સગી જનેતા એ જ પોતાની નવજાત જન્મેલી બાળકીની હત્યા કરી છે. માવતર કમાવતર નાં થાય એ કહેવત ને ખોટી પાડી છે. એવી તો શું મજબૂરી હતી કે માતા એ ખુદ પોતાની જ ફૂલ જેવી દીકરીની હત્યા કરવી પડી..?  દીકરીના જન્મના માત્ર 4  કલાકમાં માતાએ પોતાની દીકરીનું ગળું દબાવીને  હત્યા કરી હતી. પ્રાપ્ત […]

Top Stories Gujarat Others
killed વલસાડ/ જનેતા જ બની કાળ, નવજાત જન્મેલી દીકરીનું ગળું દબાવી કરી હત્યા

વલસાડ જીલ્લાના ઉમરગામમાં સગી જનેતા એ જ પોતાની નવજાત જન્મેલી બાળકીની હત્યા કરી છે. માવતર કમાવતર નાં થાય એ કહેવત ને ખોટી પાડી છે. એવી તો શું મજબૂરી હતી કે માતા એ ખુદ પોતાની જ ફૂલ જેવી દીકરીની હત્યા કરવી પડી..?  દીકરીના જન્મના માત્ર 4  કલાકમાં માતાએ પોતાની દીકરીનું ગળું દબાવીને  હત્યા કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર મૂળે ઉત્તરપ્રદેશની વતની એવી આ મહિલા ગર્ભવતી હોવાથી તેને ઉંમરગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેણે એક તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો. પરંતુ જન્મના ચાર કલાકમાં જ બાળકીનું મોત થયું હતું. બાળકી એકદમ સ્વસ્થ હતી, તો તેનું આટલી જલ્દી જન્મ ના ચાર જ કલાકમાં મોત કેવી રીતે થયું..?

બાળકીના મોતને લઈને  હોસ્પીટલના ડોક્ટર સહીત સ્ટાફ પણ મૂંઝવણમાં મૂકાયો હતો. ત્યારે ફરજ પર  હાજર ડોકટરે બાળકીનું નિરીક્ષણ કર્યું હતું. તો બાળકી ના  ગળાના ભાગે લાલાશ પડતા નિશાન જોવા મળ્યા હતા. આમ ડોક્ટરને માતા પર શંકા જતા તેમણે તાત્કાલિક પોલીસ બોલાવી હતી.

કડક પૂછપરછ બાદ માતાએ તેણે કબૂલ્યું હતું કે, દીકરીના નાક, હોઠ અને ગળા પર કંઈક ચોટેલું જણાતા તેણે તે કાપડથી લૂંછ્યું હતું. જોકે, પોલીસને શંકા જતા દીકરીની માતા અનિતાદેવી સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.  જેમાં તેણીએ દીકરીનું ગળું દબાવી હત્યા કરાયું હોવાનું અનુમાન સાચુ નીકળ્યું હતું. ઉમરગામ પોલીસે માતા પર હત્યાનો ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. ત્યારે ત્રણ દીકરી બાદ ફરી ચોથી દીકરી જન્મતા માતાએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

આ બાળકીની લાશને પીએમ માટે સુરત સિવિલમાં મોકલવામાં આવી હતી. જ્યાં પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં પણ બાળકીનું ગળુ રુંધવાથી તેનું મોત નિપજ્યું હોવાનો ઉલ્લેખ છે.  ત્યારે ઉંમરગામ પોલીસે બાળકીની માતા અનિતાદેવી ડિમ્પલ બિંદની ધરપકડ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.