Not Set/ આ જીલ્લાના તમામ પર્યટન સ્થળો બંધ કરવામાં આવ્યા

તહેવારો ના સમય માં વલસાડ ના તિથલ બીચ ખાતે મોટી સંખ્યામાં સાહેલાણીઓની ભીડ ઉમટી હતી અને હાલ કોરોના સંક્રમણ વધવાની શકયતા ને લઈને વલસાડ જિલ્લા કલેક્ટર આર.આર.રાવલ દ્વારા જિલ્લા ના તમામ પર્યટન સ્થળ પર સહેલાણીઓ માટે બંધ કરવા માં આવ્યા છે

Gujarat Others

@ ઉમેશ પટેલ, વલસાડ 

તહેવારો ના સમય માં વલસાડ ના તિથલ બીચ ખાતે મોટી સંખ્યામાં સાહેલાણીઓની ભીડ ઉમટી હતી અને હાલ કોરોના સંક્રમણ વધવાની શકયતા ને લઈને વલસાડ જિલ્લા કલેક્ટર આર.આર.રાવલ દ્વારા જિલ્લા ના તમામ પર્યટન સ્થળ પર સહેલાણીઓ માટે બંધ કરવા માં આવ્યા છે જેને લઈને વલસાડ ના તિથલ બીચ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેને લઈને બીચ પર આવતા સહેલાણીઓ ને પરત ફરવું પડી રહ્યું છે.

વલસાડની કોવિડ સ્કોડ દ્વારા જિલ્લાના તમામ પ્રવાસન સ્થળોની મુલાકાત લેતા તમામ સ્થળોએ સહેલાણીઓ દ્વારા કોવિડના નિયમોનો ભંગ કરતા જોવા મળ્યા હતા. જિલ્લાના લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટાડવા વલસાડ જિલ્લા કલેક્ટર આર આર રાવલ દ્વારા શનિવારે મોડી સાંજે જિલ્લાના તમામ પ્રવાસન સ્થળોને સહેલાણીઓ માટે હાલ પૂરતા બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. વલસાડના તિથલ બીચ ખાતે મુંબઇ, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત દૂરદૂરથી તિથલ દરિયાની મઝા માણતા જોવા મળ્યા હતા. જેમાં મોટા ભાગના સહેલાણીઓ ફેસ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા કોવિડ-19ની સ્કોડ ઝડપી પાડયા હતા. જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટાડવા વહીવટી તંત્ર દ્વારા કડકાઈથી પાલન કરાવવામાં આવશે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી  મોબાઇલ એપ્લિકેશન….