Vande Bharat Metro/ વંદે ભારત એક્સપ્રેસ બાદ હવે વંદે મેટ્રો ટ્રેન દેશભરમાં દોડશે: રેલ્વે મંત્રી

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે પહેલી   ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ 2023 રજૂ કર્યું હતું. બજેટમાં રેલવે માટે 2.40 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. બજેટ રજૂ થયા બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ મોટી જાહેરાતો કરી છે. તેમણે કહ્યું કે વંદે ભારત ટ્રેનની સફળતા બાદ હવે રેલવે 2024-25 સુધીમાં વંદે મેટ્રો ટ્રેન શરૂ કરવા જઈ રહી છે.

Top Stories India
Vande Bharat Metro

નવી દિલ્હીઃ Vande Metro Train કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે પહેલી  ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ 2023 રજૂ કર્યું હતું. બજેટમાં રેલવે માટે 2.40 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. બજેટ રજૂ થયા બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ મોટી જાહેરાતો કરી છે. તેમણે કહ્યું કે વંદે ભારત ટ્રેનની સફળતા બાદ હવે રેલવે 2024-25 સુધીમાં Vande Metro Train શરૂ કરવા જઈ રહી છે.

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે Vande Metro Train શહેરોમાં 50-60 કિમીનું અંતર કાપવાનો કોન્સેપ્ટ લઈને આવી રહી છે. પ્રોડક્શન અને ડિઝાઇનનું કામ આ વર્ષે કરવામાં આવશે. આવતા વર્ષથી તેને શરૂ કરવાની યોજના છે. રેલવે મંત્રીએ માહિતી આપી હતી કે વંદે મેટ્રો 125 થી 130 કિમીની ઝડપે દોડશે. તેની ડિઝાઇન મુંબઈ સબ-અર્બનની તર્જ પર હશે. જો કે વંદે મેટ્રોમાં શૌચાલયની સુવિધા નહીં હોય.

શું હશે વંદે મેટ્રો ટ્રેનની વિશેષતા?
વંદે મેટ્રો ટ્રેન 1950 અને 1960ના દાયકામાં ડિઝાઇન કરાયેલી ઘણી ટ્રેનોનું સ્થાન લેશે. તેની ડિઝાઈન હજ જાહેર કરાઈ નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તેમાં સુવિધાઓ વંદે ભારત ટ્રેન જેવી જ હશે. એન્જિન સંપૂર્ણપણે હાઇડ્રોજન આધારિત હશે. જેના કારણે પ્રદૂષણ શૂન્ય થશે.

વંદે ભારત ટ્રેનની જેમ આ ટ્રેનમાં પણ આધુનિક બ્રેક સિસ્ટમ, રેડ સિગ્નલ બ્રેકિંગથી બચવા માટે કવચ સેફ્ટી સિસ્ટમ, ઓટોમેટિક ડોર, ફાયર સેન્સર, GPS, LED સ્ક્રીન હશે, જે મુસાફરોને આગલા સ્ટેશન વિશે અગાઉથી જાણ કરશે. આ ટ્રેનનું ભાડું ઘણું ઓછું હશે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પણ મુસાફરી કરી શકશે.

નો વેઈટિંગ ઇન ટિકિટ પર રેલવે મંત્રીએ આ જવાબ આપ્યો

ટ્રેન ટિકિટમાં વેઇટિંગનો અંત ક્યારે આવશે? આ પ્રશ્નના જવાબમાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, 10 વર્ષ પહેલા દરરોજ 4 કિલોમીટરના નવા ટ્રેક બનાવવામાં આવતા હતા. આજે દરરોજ 12 કિમીનો નવો ટ્રેક નાખવામાં આવી રહ્યો છે. આવતા વર્ષે તેને 16 કિમી સુધી લઈ જશે. ઘણા દાયકાઓની ખામીઓને 8 વર્ષમાં પૂરી કરવાનો પ્રયાસ કર્યો. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાતને પહોંચી વળવાથી જ માંગ અને પુરવઠાનો તફાવત ઘટશે. આ પછી જ કોઈ રાહ જોવા વિશે કહી શકાય.

આ પણ વાંચોઃ

Adani FPO Dropped/ “રોકાણકારોનું હિત સર્વોપરી”: FPO પડતો મૂક્યા પછી ગૌતમ અદાણીનું નિવેદન

પક્ષ પલટો/ મેઘાલયમાં વિધાનસભા ચૂંટણી પહેલા આ નેતા ભાજપમાં થયા સામેલ

નિવેદન/ RSSના સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલે RSS સંસ્થા અંગે શું કહ્યું જાણો…