Not Set/ વાપીમાં ગમખ્વાર અકસ્માત, સ્કુટી ચાલાકનું મોત

વાપી, વાપીમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી અનુસાર વાપીના ચાણોદ ગામ નજીક વિનંતી ચાર રસ્તા પાસેની આ ઘટના છે કે, જ્યાંથી સવારે એક યુવક સ્કુટી લઇને પસાર થઇ રહ્યો હતો. આ દરમિયાન પૂરઝડપે આવતા ટ્રકચાલકે ચાર રસ્તા પાસે જ સ્કુટીને ટક્કર મારી હતી. ટક્કર વાગતાની સાથે આ યુવક સ્કુટી […]

Gujarat Others Videos
mantavya 220 વાપીમાં ગમખ્વાર અકસ્માત, સ્કુટી ચાલાકનું મોત

વાપી,

વાપીમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી અનુસાર વાપીના ચાણોદ ગામ નજીક વિનંતી ચાર રસ્તા પાસેની આ ઘટના છે કે, જ્યાંથી સવારે એક યુવક સ્કુટી લઇને પસાર થઇ રહ્યો હતો.

આ દરમિયાન પૂરઝડપે આવતા ટ્રકચાલકે ચાર રસ્તા પાસે જ સ્કુટીને ટક્કર મારી હતી. ટક્કર વાગતાની સાથે આ યુવક સ્કુટી પરથી નીચે પટકાયો હતો.

જેથી તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.