Valsad News: વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં બે મહિનાથી પગાર ન મળતાં આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા દંપતીએ આપઘાત (Vapi Couple Suicide Attempt)નો પ્રયાસ કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. યુવકે સોશિયલ મીડિયા પર આપઘાત અંગેની પોસ્ટ મૂકતા વલસાડ પોલીસ કંટ્રોલ રૂમને તેની જાણ થઈ હતી. કંટ્રોલ રૂમ તરફથી તાત્કાલિક ડુંગરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ સમયસર દંપતી સુધી પહોંચી હતી અને બંનેને બચાવી લીધા હતા. પોલીસની દરમિયાનગીરી બાદ દંપતીના શેઠને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. જરૂરી સમજ આપ્યા બાદ દંપતીને મળવાપાત્ર બાકી પગારની રકમ પણ અપાવવામાં આવી હતી.
બે મહિનાથી પગાર ન મળતાં દંપતી આર્થિક સંકટમાં મુકાયું
મળતી માહિતી મુજબ, વાપીના છીરી-રામનગર વિસ્તારમાં રહેતા દંપતીને તેમના શેઠ દ્વારા છેલ્લા બે મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નહોતો. દંપતીના જણાવ્યા મુજબ, તેમની મહેનતના આશરે રૂ.10 હજાર જેટલા પગારની રકમ બાકી હતી. વારંવારની આર્થિક મુશ્કેલી વચ્ચે બાકી પગાર ન મળતા દંપતી મુશ્કેલીમાં મુકાયું હતું. આ સ્થિતિથી કંટાળેલા યુવકે સોશિયલ મીડિયા પર આપઘાત (Vapi Couple Suicide Attempt) કરી લેવાની પોસ્ટ મૂકી હતી.
Vapi Couple Suicide Attempt: સોશિયલ મીડિયા પોસ્ટની જાણ થતાં પોલીસ દોડતી થઈ
યુવકની સોશિયલ મીડિયા પોસ્ટની જાણ વલસાડ પોલીસ કંટ્રોલ રૂમને થઈ હતી. મામલાની ગંભીરતા સમજી કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક ડુંગરા પોલીસ સ્ટેશનને માહિતી આપવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ ડુંગરા પોલીસની ટીમે સમય ગુમાવ્યા વગર દંપતીનું લોકેશન શોધી તેમની પાસે પહોંચી હતી.
પોલીસે સમયસર દંપતીને બચાવ્યું
પોલીસ ટીમે દંપતી સાથે વાતચીત કરી સમગ્ર મામલો સમજવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન બંને છેલ્લા બે મહિનાથી પગાર ન મળવાના કારણે આર્થિક મુશ્કેલીમાં હોવાનું સામે આવ્યું હતું. પોલીસની સમયસૂચક કામગીરીને કારણે બંનેને આપઘાત (Vapi Couple Suicide Attempt)નું પગલું ભરતાં અટકાવી સલામત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
શેઠને પોલીસ સ્ટેશન બોલાવી બાકી પગાર અપાવ્યો
દંપતીની મુશ્કેલીનું મુખ્ય કારણ પગાર નહીં મળવાનું હોવાનું સામે આવતા પોલીસે તેમના શેઠને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. પોલીસે શેઠને સમગ્ર મામલે જરૂરી સમજ આપી હતી. ત્યારબાદ પોલીસની દરમિયાનગીરીથી દંપતીને મળવાપાત્ર બાકી પગારની રકમ અપાવવામાં આવી હતી. આ રીતે માત્ર સોશિયલ મીડિયા પોસ્ટને ગંભીરતાથી લઈને કરવામાં આવેલી તાત્કાલિક પોલીસ કાર્યવાહીના કારણે એક દંપતીનો જીવ બચ્યો હતો અને તેમની આર્થિક મુશ્કેલીનું પણ નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
પોલીસની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી
સમગ્ર કાર્યવાહી વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધીક્ષક બી.એન. દવેના માર્ગદર્શન હેઠળ ડુંગરા પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટને પોલીસ દ્વારા ગંભીરતાથી લેવામાં આવી અને સમયસર સ્થળ પર પહોંચી કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસની આ સતર્કતાથી દંપતીને આપઘાત (Vapi Couple Suicide Attempt) કરતા અટકાવી બંનેનો જીવ બચાવવામાં સફળતા મળી હતી.
આ પણ વાંચો:વલસાડમાં 14 વર્ષીય સગીરાનો આપઘાત, અતુલ કોલોનીમાં ચકચાર
આ પણ વાંચો:વલસાડમાં ઉમરગામમાં પરિવારના સામુહિક આપઘાત મામલે થયો ખુલાસો
આ પણ વાંચો:વલસાડમાં બેન્ક અધિકારીની પત્નીનો લગ્નના મહિનામાં આપઘાત
